વડોદરાના લંપટ ડો,પ્રતીક જોશીના મેડિકલ ટેસ્ટ કરવાયા
આરોપીને ગુદાના ભાગે ઇજા : ગુપ્તભાગે ઇજાના નિશાન : અપહરણકારોએ ફાર્મહાઉસમાં ગુદામાર્ગે લાકડી નાખીને માર માર્યાનો તબીબનો આરોપ
વડોદરાના અનગઢ ગામે મહિલા દર્દીઓ સાથે કામલીલા કરવાના આરોપી ડોક્ટર પ્રતિક જોષીને મેડિકલ ટેસ્ટ માટે બાજવા આરોગ્ય કેન્દ્ર અને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
બાજવા આરોગ્ય કેન્દ્રમાં લોહીના નમૂના અને વીર્યના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે ગુદાના ભાગે આરોપીને ઈજા પહોંચાડવામાં આવી હોવાથી તે અંગે પણ તપાસ કરવામાં આવતાં ગુપ્ત ભાગે ઈજાના નિશાન હોવાની વાત જાણવા મળી છે.
ડો. પ્રતિક જોષીએ અનગઢ ગામના ડે. સરપંચ અને તેના 4 સાગરીતો સામે અપહરણ અને રૂપિયા 50 લાખની ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, અપહરણકારો ડોક્ટરને એક ફાર્મ હાઉસમાં લઇ ગયા હતા. જ્યાં તેઓને ગુદામાર્ગમાં લાકડી નાંખીને અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. માત્ર એટલું જ નહીં તેનો વીડિયો પણ ઉતાર્યો હતો.