ગુજરાત
News of Tuesday, 18th May 2021

રાજપીપળા એસ.ટી. ડેપો પાસે શેરડીના રસના કોલા ઉપર વધુ માણસો ભેગા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપો પાસે શેરડીના રસનું કોલું ચલાવતા વ્યક્તિ એ વધુ માણસો ભેગા કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
  આઈ.આર.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેકટર રાજપીપલા પો.સ્ટે.ની ફરીયાદ મુજબ સોમવારે સાંજે 5.30 કલાકે રાજપીપળા એસટી ડેપો પાસે શેરડીના રસના કોલા ઉપર સાત માણસો ભેગા કરી ધંધો કરતા સાગરભાઇ કિશોર ભાઇ વસાવા (રહે.રાજપીપલા સિંધીવાડ , રબારી ફળિયુ) એ હાલ ચાલી રહેલા કોવિડ જાહેરનામાનો ભંગ કરતા તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:16 pm IST)