ગુજરાત
News of Tuesday, 18th May 2021

તૌકતે વાવાઝોડાને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી 10 ટ્રેનો કેન્સલ કરાઈ

ખરાબ વાતાવરણને પગલે 10 જેટલી ટ્રેનો રદ કરવાનો વડોદરા રેલ્વે વિભાગનો નિર્ણય

રાજપીપળા: તૌકતે વાવાઝોડાને લીધે દેશના વાહન વ્યવહાર પર પણ ઘણી અસર પડી રહી છે.તૌકતે વાવાઝોડાને લીધે ખરાબ વાતાવરણને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી 10 જેટલી ટ્રેનો કેન્શલ કરવાનો વડોદરા રેલ્વે વિભાગે નિર્ણય કર્યો છે.

તૌકતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે.ભારે પવન સાથે ધોધમાર વરસાદને પગલે વાહન વ્યવહાર દરમિયાન વિઝીબિલિટીની પણ તકલીફ પેદા થઈ રહી છે.અમુક વિસ્તારમાં તો અકસ્માતના બનાવો પણ બન્યા છે.ટ્રેન સેવામાં અવરોધ ઉભો ન થાય એ માટે દેશમાં ઘણી ટ્રેનો કેન્શલ કરાઈ છે, તૌકતે વાવાઝોડાને લીધે ખરાબ વાતાવરણને પગલે અકસ્માતના બનાવો ન બને એ માટે વડોદરા રેલ્વે વિભાગે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી કેવડિયા રેલ્વે સ્ટેશનની 10 ટ્રેનો કેન્શલ કરવાનો નિર્ણય કર્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા રેલ્વે સ્ટેશનના લોકાર્પણ બાદ કોરોના સંક્રમણને પગલે આમ પણ પ્રવાસીઓ ઓછા આવી રહ્યાં હતાં.ઓછા પ્રવાસીઓને પગલે કેવડિયા રેલ્વે સ્ટેશનની અમુક ટ્રેનો ભૂતકાળમાં કેન્શલ પણ કરાઈ હતી, થોડા સમય પછી ફરી એ ટ્રેનો ચાલુ થઈ હતી.જો કે તૌકતે વાવાઝોડાને પગલે ખરાબ વાતાવરણમા અકસ્માતના બનાવો ન બને એટલે સાવચેતીના ભાગ રૂપે ફરી પાછી 10 ટ્રેનો કેન્શલ કરવાનો વડોદરા રેલ્વે વિભાગે નિર્ણય લીધો છે.

કેન્સલ થયેલી ટ્રેનોની યાદી આ મુજબ છે

(8:33 pm IST)