ગુજરાત
News of Tuesday, 18th May 2021

વાવાઝોડાને કારણે GTUની આજની ઓનલાઇન પરીક્ષા મોકુફ રખાઇ

મોકુફ રહેલ પરીક્ષાની નવી તારીખ વેબસાઇટ ઉપર જાહેર થશે

રાજકોટ તા. ૧૮ : ગુજરાત રાજ્યમાં 'તાઉતે' વાવાઝોડાને કારણે અનેક વિસ્તારમાં ભારે અસર જોવા મળેલ છે.

ભારે વરસાદ - પવન - વાવાઝોડાના કારણે વિજળી તેમજ ઇન્ટરનેટ સબંધીત અનેક પ્રકારની સમસ્યા ઉભી થઇ છે. આ કારણોસર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા આજે તા. ૧૮-૫-૨૦૨૧ની તમામ ઓનલાઇન પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. જેમાં એમ.બી.એ., એમ.ઇ., એમ.ફાર્મ સેમેસ્ટર-૧ તેમજ પીએચ.ડી.ની પ્રિ-ટ્રાયલ પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ મોકુફ રાખવામાં આવી છે. મોકુફ રખાયેલ પરીક્ષાની નવી તારીખ યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

(3:21 pm IST)