ગુજરાત
News of Tuesday, 18th May 2021

વિરમગામ અને ધંધુકા તાલુકામાં ભારે પવન: વહીવટી તંત્ર ખડેપગે : અગમચેતીના પગલાં: ગ્રામજનોનું સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કર્યું

સીવીયર સાયકલોનીક સ્ટોર્મ બનીને આગળ વધતું તાઉ’તે વાવાઝોડું

અમદાવાદ : સીવીયર સાયકલોનીક સ્ટોર્મ બનીને આગળ વધી રહ્યું છે તાઉ’તે વાવાઝોડું , વાવાઝોડાથી અમદાવાદ જિલ્લામાં વિરમગામ અને ધંધુકા તાલુકામાં થશે અસર, વિરમગામ અને ધંધુકા તાલુકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે,વહીવટી તંત્ર આ બંને તાલુકામાં ખડેપગે છે જે જિલ્લામાં અસર થશે તે જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે અગમચેતીના પગલાં, ગ્રામજનોનું સુરક્ષિત સ્થળો પર કરવામાં આવ્યું છે સ્થળાંતર,હોર્ડિંગ્સ અને બોર્ડ ને ઉતારી લેવામાં આવ્યા છે,

(11:21 am IST)