ગુજરાત
News of Tuesday, 18th May 2021

તૌકતે નું આગમન :વલસાડ તિથલ દરિયો ગાંડોતૂર :તોફાની પવનને કારણે કાચા મકાનોના છાપરા ઉડયા હતા.

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના તિથલના દરિયા કિનારા સહિત જિલ્લાના 70 કિલોમીટરના દરિયાકિનારે પણ અનેક વિસ્તારોમાં તોફાની પવનને કારણે કાચા મકાનોના છાપરા ઉડયા હતા.તિથલના દરિયા કિનારે કાચા સ્ટોલના છત પણ ઉડી ગઈ હતી. અને સ્ટોલ ધારકોનો સામાન રાત્રે પણ વેરવિખેર થઈ ગયો હતો.વલસાડ તિથલ દરિયા કિનારે તૌકતે વાવાઝોડાની અસરને લઈને દરિયો તોફાની મૂડમાં જોવા મળ્યો હતો .રાત્રે પણ વલસાડ જિલ્લાના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો હતો .રાત્રે પણ દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા હતા. સાંજથી રાત સુધીમાં વલસાડ જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારોમાં તોફાની પવન અને ભારે વરસાદ વરસ્યો હતો.

(9:56 am IST)