ગુજરાત
News of Sunday, 19th May 2019

અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પર કામ જારી બુલેટ ટ્રેન માટેના રૂટ ઉપર હાલમાં કરોડોનું નુકશાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેકટની હાલમાં શિલાન્યાસ વિધી કરવામાં આવી હતી.

નવ દિલ્હી,તા. ૧૮: મુંબઇ-અમદાવાદના રૂટ પર વર્ષ ૨૦૨૩ સુધી દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવા માટેની કામગીરી ઝડપથી ચાલી રહી છે પરંતુ હાલમાં આ રૂટ પર કરોડો રૂપિયાનુ પહેલાથી જ નુકસાન થઇ રહ્યુ હોવાની વિગત સપાટી પર આવી છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતને મુંબઇ સાથે જોડી દેતા આ રૂટની હાલમા જાપાનના વડાપ્રધાન શિન્જો આબેની હાજરીમાં શિલાન્યાસની વિધી કરવામાં આવી હતી. પરંતુ એક આરટીઆઇના જવાબમાં રેલવેથી મળેલી જાણકારી મુજબ આ રૂટ ગયા વર્ષે   છેક જુલાઇ માસથી નુકસાનમાં ચાલી રહ્યુ છે. આ રૂટ પર તમામ ટ્રેનોમાં આશરે ૪૦ ટકા સીટો હાલમાં ખાલી ચાલી રહી છે. જેના કારણે પશ્ચિમી રેલવેને ભારે નુકસાન થઇ રહ્યુ છે. ં ભારતીય રેલવે દ્વારા કહેવામાં આવ્યુ છે કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં જ તેને આ રૂટ પર ૩૦ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. એટલે કે ૧૦ કરોડ રૂપિયા દરેક મહિનામાં નુકસાનમાં છે. વર્તમાન રેલ નેટવર્ક નુકસાનમાં ચાલવાના કારણે બુલેટ ટ્રેનને લઇને પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ગલગલીએ કહ્યુ છે કે આ રૂટ પર પહેલાથી જ ભારે નુકસાન છે. ભારત સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને ખુબ ઉત્સાહિત છે.

એક લાખ કરોડ રૂપિયાની મંજુરી આપી દેવામાં આવી છે. આ જંગી રકમ તેના પર ખર્ચ કરવામાં આવનાર છે. જો કે આ યોજના પર પહેલા જરૂરી હોમ વર્ક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. ભારતીય રેલવેએ આરટીઆઇના જવાબમાં કહ્યુ છે કે આ રૂટ પર તેની હાલમાં કોઇ નવી ટ્રેન દોડાવવાની યોજના નથી. પશ્ચિમ રેલવેએ કહ્યુ છે કે મુંબઇ અને અમદાવાદ વચ્ચે સેક્ટર પર ૪૦ ટકા અને મુંબઇ-અમદાવાદ રૂટ પર ૪૪ ટકા સીટો ખાલી રહી જાય છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ લોકોને વધારે વિકલ્પ પણ મળનાર છે. કામ હાલમાં જારી છે.

(4:18 pm IST)