ગુજરાત
News of Saturday, 18th May 2019

સુરતમાં મજૂરી કામ કરતી 16 વર્ષીય આદિવાસી તરૂણી સાથે યુવાને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ફરિયાદ દાખલ

સુરત: શહેરમાં મજુરી કામ માટે આવેલી અને ફુટપાથ સૂઇ જતી ૧૬ વર્ષની આદિવાસી તરૂણીને ચાર યુવાનોએ ધાક-ધમકી આપીને પાંચ મહિના દરમિયાન અવારનવાર દુષ્કર્મ કરતા તે ગર્ભવતી બની છે. ચ્હાની લારી પર રડતી જોવા મળેલી તરુણી અંગે મહિલા અભિયમને જાણ કરાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં ચાર યુવાનો વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવાઇ છે.

પોલીસ સૂત્રો મુજબ તાપી જીલ્લાના સોનગઢની મૂળ વતની ૧૬ વર્ષીય સોનિયા (નામ બદલ્યું છે) માતા-પિતા સાથે મજુરીકામ માટે સુરત આવી હતી. પરિવાર ઉન વિસ્તારની ઝુપડપટ્ટીમાં ઝુંપડું બાંધી રહેતો અને કડીયાકામ અને છુટક મજુરીકામ કરી ગુજરાન ચલાવતું હતું. 

(5:13 pm IST)