News of Saturday, 18th May 2019
વડોદરા: નદીની કોતરમાં મકાનમાં છુપાવેલ દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપ્યો
વડોદરા:વિશ્વામિત્રી નદીના કોતરમાં એક મકાનમાં ઇંગ્લીશ દારૃ રાખીને વેચાણ કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. અને ૪૯ હજાર રૃપિયાનો દારૃ કબ્જે લીધો છે.
આ અંગેની વિગત એવી છે કે, નાગરવાડા પ્રકાશનગરમાં રહેતો શંભુ ભીખાભાઇ રાજપૂત દારૃનું વેચાણ કરતા હોવાની બાતમી પીસીબી પોલીસને મળી હતી. હાલમાં તેને દારૃનો જથ્થો વિશ્વામિત્રી નદીના કોતરમાં એક મકાનમાં સંતાડયો હોવાની માહિતી મળતા પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ પાડીને આરોપી શંભુ રાજપુતને ઝડપી પાડી વિદેશી દારૃની ૩૩ બોટલો, દારૃના ૩૮૪ પાઉચ, બીયરના પાંચ ટીન મળીને કુલ રૃપિયા ૪૯ હજારનો દારૃ કબ્જે કર્યો છે. જ્યારે આરોપી સંતોષ ભીખાભાઇ રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યો છે.
(5:11 pm IST)