News of Saturday, 18th May 2019
અમદાવાદ-સરખેજ નજીક સીઆઇડી ક્રાઇમે મહિલા સહીત બે શખ્સોને 2 લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે ઝડપ્યા
અમદાવાદ:સરખેજ નજીક શાંતિપુરા સર્કલ પાસેથી સીઆઈડી ક્રાઈમે મહિલા સહિત બે જણાની ધરપકડ કરીને તેમની પાસેથી ૨ લાખ રૃપિયાની કિંમતનો ગાંજો કબજે કર્યો હતો. આરોપી ભાગવા જતા તેને ફ્રેકચર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલ્વેઝના અધિકારીઓને માહિતી મળી હતી કે સરખેજ સાણંદ સર્કલ નજીક કેટલાક શક્સો ગાંજો લઈને આવવાના છે. માહિતીને આધારે પોલીસે શાંતિપુરા સર્કલ નજીક જાળ બિછાવી હતી. જેમાં એક શખ્સ બાઈક પર આવ્યો હતો જ્યારે મહિલા રિક્ષામાંથી ઉતરી હતી. મહિલા ગાંજાની ડિલીવરી કરી રહી હતી ત્યારે પોલીસે તેને ઝડપી લીધી હતી.
(5:10 pm IST)