ગુજરાત
News of Saturday, 18th May 2019

અમદાવાદમાં દિવ્યાંગ બાળકોને ચારધામ યાત્રાએ લઇ જવાની વાત કરીને છેતરપિંડી કરનાર દર્પણ પંડ્યા ઝડપાયો

અમદાવાદ: અમદાવાદની સેટેલાઈટ પોલીસે દર્પણ પંડ્યા નામના એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી મુળ કલોલનો રહેવાસી છે. અને અંપગ બાળકોના નામે છેતરપિંડી કરી છે. મળતી માહિતી પ્રમાણે દોઢ મહિના પહેલા સેટેલાઈટ વિસ્તારમાં આવેલ અપંગ માનવ મંડળમાં આરોપી ગયો હતો અને અપંગ અને અંધ બાળક-બાળકીઓને ચાર ધામ યાત્રા મફતમાં લઈ જવાની વાત કરી હતી.

ટ્ર્સ્ટ પાસેથી લેટર લઈ આરોપીઓ દાતાઓ પાસેથી 12.50 લાખના ચેક મેળવી અને બાળકોના કેર ટેકર અને માતા-પિતા જેમને યાત્રા જવાની ઈચ્છા હતી. તેમને થોડાક ચાર્જ પેટે આશરે 1.10 લાખ લઈ લીધા હતા. આરોપીએ તમામ રૂપિયા અને ચેક લઈ 15 મેના રોજ યાત્રા કાઢી હતી. પરંતુ વૈષ્ણો દેવી સર્કલ પાસે જ્યારે ગાડી પહોંચી ત્યારે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને તપાસમાં સામે આવ્યુ કે, આરોપીએ ટ્રાવેલ્સ વાળાને રુપિયા આપ્યા હતા.

વૈષ્ણો દેવી સર્કલ પાસે ચાર કલાક ટ્રાવેલ્સ ઉભી હતી ત્યાર બાદ બાળકોને પરત અપંગ માનવ મંડળ અને અલગ-અલગ જગ્યાએ ઉતારી દીધેલ. પોલીસનુ કહેવુ છે કે, આરોપી પાસેથી મળી આવેલ લેપટોપ અને મોબાઈલમં અનેક પોર્ન ફિલ્મો મળી આવ્યા છે અને તેની પાસેથી બેગમાં આપત્તિજનક વસ્તુઓ પણ મળી આવી છે. તપાસમાંએ પણ સામે આવ્યુ છે કે, આરોપીએ અગાઉ પણ આવી રીતે છેતરપિંડી કરી ચુક્યો છે. જેની કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. ત્યારે કેસમાં પોલીસે ફરિયાદ નોંધી ને તાપસ શરુ કરી છે.

(5:15 pm IST)