ગુજરાત
News of Friday, 18th May 2018

જાંબુસરના કહાનવાના ખેતરમાંથી વિદેશી દારૂ ભરેલી ઇકોકાર ઝડપાઇ:બુટલેગર ફરાર :3,33 લાખનો મુદામાલ જપ્ત

જંબુસર તાલુકાની વેડચ પોલીસે બાતમીના આધારે કહાનવા ગામ ખાતેથી વિદેશી દારુ ભરેલી ઇકો કાર ઝડપી પાડી હતી. પોલીસ રેડ દરમિયાન બુટલેગર ફરાર થઇ ગયો હતો.વેડચ પોલીસ મથકના પી.ઍસ.આઇ. આર.વી. પ્રજાપતિને કહાનવાના ઍક ખેતર પાસે વિદેશી દારૂ સાથે ઇકો કાર ઉભી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે  રેડ કરતા ઇકો કાર ઉભેલી મળી આવી હતી. દૂરથી પોલીસને જાતા જ કારચાલક કારને ભગાવવાની કોશીશ કરી હતી પરંતુ પોલીસે તેનો પીછો કરતા ચાલક કારને રસ્તામાં મૂકીને ભાગી ગયો હતો. પોલીસે કાર પાસે જઇ તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જુદૂ જુદી વિદેશી બ્રાન્ડની કુલ ૬૩૬ બોટલો કિં.૧,૩૩,૮૦૦ અને ઇકો ગાડી અંદાજિત કિંમત ર લાખ મળી કુલ ૩,૩૩,૮૦૦નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

  આ કાર્યવાહી દરમિયાન ફરાર બુટલેટર કહાનવા ગામે રહેતો રોહિત ફરમાન વાઘેલા હોવાનું બહાર આવતા પોલીસે તેને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે આ બુટલેગર અગાઉ પણ બે ગુનાઓમાં વોન્ટેડ છે અને ઘણા સમયથી પોલીસ પકડથી દૂર છે

(11:08 pm IST)