ગુજરાત
News of Friday, 18th May 2018

વિઠ્ઠલ ઉદ્યોગનગર જી.આઈ.ડી.સી.માં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેકટરીમાં ભીષણ આગ : આણંદ, વિદ્યાનગર અને કરમસદફાયર ફાયટર દોડ્યા

આણંદ :વિઠ્ઠલ ઉદ્યોગનગર જી.આઈ.ડી.સી માં આવેલ પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા આણંદ, વિદ્યાનગર અને કરમસદ પાલિકાના પાંચ ફાયર ફાઈટરો બંબા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર દોઢ કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. જો કે આગ શોર્ટ સર્કીટ કે પછી અન્ય કારણોસર લાગી છે તે અંગે જાણી શકાયું નથી

(6:31 pm IST)