ગુજરાત
News of Thursday, 17th May 2018

મહેસાણા: હવે સરપંચોએ પણ બાયો ચડાવી :પગાર સહિતની 19 માંગણી સાથેનું આવેદનપત્ર [પાઠવ્યું

જિલ્લાના તમામ તાલુકાના સરપંચોની હાજરીમાં બિલાડી બાગથી બેનરો અને સુત્રોચાર સાથે રેલી

મહેસાણા :રાજ્યમા સ્થાનિક સ્વરાજની સત્તા ગામડાઓની છે ત્યારે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચો સરકારના કેટલાકે નિર્ણયોથી નારાજ છે અને હક્ક માટે બાયો ચડાવી છે મહેસાણામાં રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

 રાજ્યમાં સ્થાનિક સ્વરાજમાં પદાધિકારીઓની સત્તા સરકાર દ્વારા છીનવી લેવાતા મહેસાણા જિલ્લા સરપંચ એસો. દ્વારા જિલ્લાના તમામ તાલુકાના સરપંચોની હાજરીમાં બિલાડી બાગથી બેનરો અને સુત્રોચાર સાથે રેલી યોજી જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરને આવેદનપત્રો આપવામાં આવ્યા છે.જેમાં સરપંચો દ્વારા તેમને સહીની સત્તા રદ કરવાનો પરિપત્ર રદ કરવા અને તલાટી થકી થતા સીધા વહીવટને અટકાવવાની સહિતની 19 જેટલી માંગણીઓ કરવામાં આવી છે.
 
જોકે આવેદનપત્ર આપતા સરપંચ એસોસીએશનના આગેવાનોએ તલાટીઓ સ્વતંત્ર વહીવટ કરી ભ્રષ્ટચાર આચરતા હોવાના આક્ષેપ કરતા સરપંચ સ્વતંત્ર નિર્ણય લઈ શકે એવી સ્વતંત્ર પંચાયતી રાજ હવે ખાલી કહેવા પુરતું રહ્યું છે, ત્યારે સરપંચોને ગામના વિકાસ માટે સ્વતંત્ર પંચાયતી રાજ મળે તેવી માંગણીઓ મુકવામાં આવી રહી છે ત્યારે જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે મહાપંચાયત બોલાવી લડત આપશું.

  મહેસાણા સરપંચ એસો. કન્વીનર રોહિત પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પંચાયત મંત્રી સહિત અનેક જગ્યાએ રજૂઆતો બાદ આજે સ્થાનિક જિલ્લા લેવલે પ્રથમ આવેદનપત્ર સરપંચ એસોસીએશન દ્વારા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ને આપવામાં આવ્યું છે ત્યારે જિલ્લા કલકેટર અને ડીડીઓ દ્વારા રજુઆતને પગલે સરપંચોની માંગો સરકારને ધ્યાને આપી ઘટતું કરવાની ખાતરી આપવામાં આવી છે.

(12:48 am IST)