ગુજરાત
News of Sunday, 18th April 2021

અમદાવાદ સિવિલમાં હવે ડેડબોડી આપવા માટે સ્પીકર પર અનાઉન્સમેન્ટ : પરિવારજનોને જોવી પડે છે કલાકો સુધી રાહ

મૃતકોની ડેડબોડી લેવા માટે પરિવારજનોને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે

અમદાવાદ: રાજયમાં કોરોના વાયરસની બીજી લહેર ઘણી ઘાતક સાબીત થઈ રહી છે. વધી રહેલા પોઝિટિવ કેસોની સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ સિવિલમાં મૃતકોની ડેડબોડી લેવા માટે પરિવારજનોને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે કલાકો સુધી રાહ જોઈને બેસવું પડે છે. જયારે સિવિલમાં હવે ડેડબોડી આપવા માટે સ્પીકર પર અનાઉન્સ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. વધી રહેલા કેસોને લઈને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવિલમાં 1200 બેડમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ મોતના આંકડાઓ વધતા જઈ રહ્યા છે.

સિવિલમાં ડેડબોડી લેવા માટે પરિવારજનોની મોટી ભીડ જોવા મળતી હોય છે અને કલાકો સુધી લોકોને રાહ જોવા પડતી હોય છે. મૃતકોની સંખ્યા વધુ હીવા કારણે સરકારી ઉપરાંત હવે પ્રાઇવેટ એમ્બ્યુલન્સની સંખ્યા પણ વધી છે. હોસ્પિટલ અને મૃતકના પરિવારજનો વચ્ચે ઘર્ષણ સર્જાય છે જેથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

જો કે, હાલ સિવિલ હોસ્પિટલમાં પરિસ્થતિ એવી થઈ ગઈ છે કે, મરનાર વ્યક્તિના પરિવારજનોને માઈક વડે જાણ કરવામાં આવી રહી છે. સ્પીકરમાં નામની જાહેરાત કરી પરિવારજનોને બોલાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ અંતિમ દર્શન માટે તેઓને મોઢું બતાવી એમ્બ્યુલન્સ દ્વારા બોડીને સ્મશાન મોકલવામાં આવે છે.

ડેડ બોડી લેવા આવેલ પરિવાર અને અન્ય લોકો અંદરના જાય તે માટે ગેટ પર બોડી બહાર નીકળ્યા બાદ તરત જ લોક મારી દેવામાં આવે છે. કેટલાક પરિવારજનો દ્વાર હોબાળો પણ કરવામાં આવ્યો હતો. જેથી તેને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત અને બેરીકેટિંગ પણ લગાવવામાં આવ્યા છે. આજથી મૃતકના સ્વજનો માટે રાહ જોવા માટે પણ મંડપ પણ બાંધવામાં આવી રહ્યા છે.

(11:18 pm IST)