ગુજરાત
News of Sunday, 18th April 2021

નર્મદા જિલ્લાના ગામડાઓમાં કોરોના બાબતેની જન જાગૃતિની ખાસ જરૂરિયાત

ગ્રામ્ય વિસ્તારની પ્રજા કોરોના ટેસ્ટિંગથી ડરે છે : ભાજપ કોંગ્રેસના નેતાઓએ મતવિસ્તારમાં જઈ લોકોને સમજાવવાનું કામ કરવું જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  : નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ અને મોતનો ગ્રાફ ઝડપભેર વધી રહ્યા છે ત્યાં કોરોના અંગેની જન જાગૃતિની ખાસ જરુર જણાઈ રહી છે.જેમાં જાણવા મળ્યા મુજબ જિલ્લા માં એપ્રિલ માસમાં રાજપીપલા શહેર કરતા ગામડાઓમાં કોરોના સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે ખાસ તો  ઊંડાણના ગામડાઓ માં જ્યાં આરોગ્ય સુવિધા  તેમજ જાગૃતિનો અભાવ છે ગરીબ અને અબુધ આદિવાસીઓ સમજદારીના અભાવને કારણે કોરોના થી ડરી રહ્યા છે અને તેથી જયારે તાવ શરદી ખાંસી જેવા લક્ષણો દેખાય ત્યારે આરોગ્ય કેન્દ્રમાં જવાને બદલે ઘરગથ્થુ ઉપાયો કરે છે કે ઝોલાછાપ ડોક્ટરને શરણે જાય છે અને તબિયત વધારે બગડે ત્યારે  અન્યોના સહારે આરોગ્ય કેન્દ્રમાં જાય છે સાથે સાથે ગામડાના લોકો કોરોના સેમ્પ્લ ટેસ્ટ આપતા ડરે છે અને ગાઇડલાઇનનું પાલન નથી થતું લગ્ન સગાઇ કે મરણ  પ્રસંગે ભીડ થાય છે લોકો માસ્ક પહેર્યા વિના બિન્દાસ ફરેછે.

 આ સંજોગોમાં જનજાગૃતિ અને જરૂર પડે વ્યક્તિગત કાઉન્સેલિંગની જરુર છે આ કટોકટીમાં રાજનીતિ બાજુએ મૂકી બદલાની ભાવના છોડી ભાજપ કોંગ્રેસના નેતાઓએ ગામડે જઈ જે રીતે ચૂંટણીમાં ઘેર ઘેર ફરી પ્રચાર કર્યો હતો તે રીતે ડોર તું ડોર જઈ લોકો ને માસ્ક પહેરવા,ટેસ્ટ કરાવા તેમજ રસીકરણ માટે જરૂરી  સમજ આપવી જોઈએ એ અત્યારે મોકો છે લોકો એ આપેલા મત નું વળતર ચુકવવા નો તેમ હાલની સ્થિતિ માં લાગી રહ્યું છે.

 

(10:52 pm IST)