ગુજરાત
News of Sunday, 18th April 2021

રાજપીપળા શહેર 20 એપ્રિલ થી ચાર દિવસ સ્વૈચ્છિક બંધ રહેશે : અધિકારીઓ એ વેપારીઓ સાથે કરી મિટિંગ

આગળ ત્રણ દિવસ સંપૂર્ણ બંધમાં કોરોનામાં કોઈ ખાસ ફેર પડ્યો નથી અને મૃત્યુ આંક વધ્યો છે છતાં આવા તઘલઘી નીંર્ણય કેમ લેવાઈ છે.? : સરકાર આરોગ્ય સેવાઓ બાબતે નિષ્ફળ નીવડી હોય લોકડાઉન આપી શકતી ન હોવાથી અધિકારીઓને હાથા બનાવી વેપારીઓ પર સ્વૈચ્છિક બંધના નામે દબાણ લાવતી હોવાની ચર્ચા

રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોનાના વધતા કેસો અને મૃત્યુ આંક માટે જાણે વેપારીઓ જવાબદાર હોય તેમ અગાઉ ત્રણ દિવસના બંધ માટે અધિકારીઓએ વેપારીઓ સાથે મિટિંગ કરી હતી એમ આજે ફરી નર્મદા કલેક્ટરલયના કોન્ફરન્સ હોલ માં અધિકારીઓએ વેપારીઓ સાથે મિટિંગ કરી તારીખ 20 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી ચાર દિવસ બજાર બંધ રાખવા નિર્ણય લેવાયો છે જે કેટલા અંશે યોગ્ય છે.?વારંવારના બંધમાં નાના વેપારીઓની આર્થિક હાલત કફોડી બને છે તેઓ દેવામાં ડૂબી રહ્યા છે ત્યારે કોરોના કરતા પહેલા લોકો ધંધા ના ટેન્શન માં જ મરી જશે તેવી પણ ચર્ચાઓ વેપારીઓમાં ચાલી રહી છે.સાથે સાથે એમ પણ જાણવા મળ્યું છે કે સરકાર આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં નિષ્ફળ ગઈ હોવાથી પોતે લોકડાઉન લાગુ કરી શકે તેમ ન હોવાથી જે તે જિલ્લાના અધિકારીઓને હાથા બનાવી વેપારીઓને આડકતરી રીતે બાન માં લઇ વેપાર બંધ કરાવે છે તે કેટલું યોગ્ય છે.શુ  દુકાનો બંધ કરવાથી કોરોના ઘટી જશે..?કેમ કરોડો ના ખર્ચે તૈયાર કરેલી કોવિડ હોસ્પિટલમાં જરૂરી દવાઓ,  ઇન્જેક્શનો અને સ્ટાફ બાબતે સરકાર આંખ આડા કાન કરી લોકો ને મોત ના મુખમાં ધકેલી રહી છે.?

ભાજપ સાંસદ જેવા નર્મદા જિલ્લાના હિતેચ્છુ રાજકીય આગેવાન જો કોવિડ ના અનુભવી સ્ટાફ ને પરત લાવવા જંગ છેડવા મજબુર બનતા હોય અને તેમ છતાં હજુ આ બાબતનું કોઈ જ નિરાકરણ ન આવે ત્યારે એકમાત્ર વેપારીઓ પર જ દબાણ લવાઈ એ બાબત યોગ્ય છે ખરી.? આવા અનેક સવાલો હાલમાં રાજપીપળા શહેરમાં ચર્ચાઈ રહ્યા છે પરંતુ સરકાર કે અન્યો પાસે આનો કોઇ જવાબ નથી.

(10:51 pm IST)