ગુજરાત
News of Sunday, 18th April 2021

દાહોદમાં રેમડેસીવીર ઇન્જેકશનના કાળાબજાર કરતા એક યુવકની ધરપકડ : ૧૧ ઇન્જેકશન તથા રોકડ રૂ.૭પ૦૦૦/- જપ્ત કરાયા : બાતમીના આધારે એલસીબી એ ગોઠવ્યું છટકુ

દાહોદ : સમગ્ર દેશમાં કોરોના કહેર વચ્ચે ઘણી જગ્યાએ માનવતાને શરમાવે તેવા કિસ્સા જોવા મળી રહ્યા છે. ત્યારે દાહોદમાં આવો જ એક કિસ્સો જોવા મળી રહ્યો છે.

દાહોદ એલસીબીએ બાતમીના આધારે એક યુવાનની ધરપકડ કરી તેમની પાસેથી ૧૧ રેમડેસિવીર ઇન્જેકશન તથા રૂ. ૭પ૦૦૦/- રોકડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ યુવાન રેડમેસિવીરના ઇન્જેકશનો કાળા બજારમાં વહેચી રહ્યાનું બહાર આવતા એલસીબી પોલીસે છટકુ ગોઠવી યુવાનની ધરપકડ કરી હતી.

(2:22 pm IST)