ગુજરાત
News of Sunday, 18th April 2021

ગુજરાતના એક આખા જિલ્લાએ ૭ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ : પાટણ શહેર સહિત જિલ્લામાં મંગળવારથી ૭ દિવસનું લોકડાઉન જાહેર : જિલ્લા કલેકટર એસ.પી. વેપારી આગેવાનો તથા તબીબો સાથેની બેઠક બાદ લેવાયો નિર્ણય

પાટણ : કોરોનાની ત્રીજી લહેરમા લોકોને હવે લોકડાઉનનું મહત્વ સમજાઈ રહ્યું છે. ગુજરાત સરકારે કોઈ લોકડાઉન લગાવ્યું નથી, પણ સલામતીના  ભાગરૂપે ગુજરાતના અનેક વિસ્તારો, ગામડા, વેપારી સંગઠનો, સમાજ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. સાથે લોકો હવે તેની ગંભીરતા પણ પારખી ચૂકયા છે. જેથી તેના નિયમોને પણ અનુસરે છે. આવામાં ગુજરાતમાં કોઈ જિલ્લાએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યુ હોય તેવી પહેલી ઘટના સામે આવી છે. પાટણ જિલ્લામાં મંગળવાથી 7 દિવસનું લોકડાઉન લાગુ થવાનું છે

પાટણ શહેર સહિત જિલ્લામાં 7 દિવસનુ લોકડાઉન જોહાર કરાયું છે. મંગળવાર સવારથી પાટણ જિલ્લામાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાશે. જિલ્લા કલેક્ટર, SP, વેપારી અને તબીબો સાથેની બેઠક બાદ મહત્વનો નિર્ણય ગઈકાલે લેવાયો છે. જિલ્લામાં સતત વધતા સંક્રમણને લઇને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનનો માર્ગ અપનાવાયો છે. સ્વૈચ્છિક લોકડાઉનમાં લોકો માત્ર જીવન જરૂરિયાતી વસ્તુ લેવા માટે બહાર નીકળી શકશે. લોકડાઉન મંગળવાર 20 એપ્રિલથી લાગુ કરાશે. કોરોના વકરતા સ્થાનિક લોકોએ બંધ પાળવાનું નક્કી કર્યું છે. જોકે, માટે બે દિવસ પૂર્વે લોકોને સમય અપાયો છે, જેથી તેઓ જરૂરી કામ પતાવી લે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર પાટણ જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં 1118 જેટલા કેસ નોંધાયા છે. પાટણની સ્થિતિ દિવસને દિવસે બગડતી જઈ રહી છે. તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પાટણ જિલ્લાની મુલાકાત કરીને પરિસ્થિતિ નિહાળી હતી. તેથી હવે પરિસ્થિતિ કાબુ બહાર થાય તે માટે લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન નો રસ્તો અપનાવ્યો છે. માટે લોકોને બે દિવસમાં ખરીદી કરવાનો સમય અપાયો છે. સાથે જિલ્લા કલેક્ટરે સોમવારે બજારોમાં ભીડ કરવા પણ અપીલ કરી છે. લોકડાઉન દરમિયાન લોકોને તમામ જીવન જરૂરિયાતી વસ્તુઓ મળી રહેશે તેવી ખાતરી અપાઈ છે

પાટણની ધારપુર હોસ્પિટલમાં કોરોના બેડ સતત ભરાઈ રહ્યાં છે. તાજેતરમાં કોરોનાનાં દર્દીઓ વધતા ધારપુર હોસ્પિટલનાં તમામ 220 બેડ ભરાઈ જતા મુસીબત સર્જાઈ હતી. જેથી ધારપુર હોસ્પિટલમાં વધુ 125 બેડ વધારવાની શરૂઆત કરાઈ હતી. યુધ્ધના ધોરણે તૈયારી કરાઈ હતી. પાટણ જિલ્લામાં દર 24 કલાકમાં 100 થી વધુ કોરોનાનાં કેસ આવી રહ્યાં છે. ધારપુરમાં સર્જાયેલ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા પાટણ જિલ્લા કલેકટરનાં આદેશ બાદ બેડ વધારવાની કામગીરી અંતિમ તબક્કામાં કરાઈ હતી.

(1:34 pm IST)