ગુજરાત
News of Thursday, 18th April 2019

ચૈત્રી પૂનમના મેળામાં યાત્રિકોની સુરક્ષાને ધાયનમાં રાખીને એક કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો

ચાણસ્મા:યાત્રિકોના રક્ષણ માટે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા એક કરોડ રૃપિયાનો વિમો લેવામાં આવ્યો છે. ચૈત્રી પુનમના મેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડતાં યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વીમો લેવામાં આવ્યો છે. મા બહુચરની ઉપસ્થિતિના કારણે શક્તિપીઠ બહુચરાજી લાખો ભાવિકભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આનંદ સ્વરૃપમા બહુચર લાખો ભાઇભકતોના દુખ હરી મનવાંચ્છિત ફળ આપતા વર્ષ દહાડે એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતાની લાગણી અનુભવે છે. માતાજીના ચાર પ્રાગટય ચેકીનું ચોથું પ્રાગટય ચૈત્રીપુનમના દિવસે થયું હોવાના કારણે આ દિવસોમાં લાખો ભાવિકો માતાજીના દર્શન અર્થે દોડી આવે છે. ચૈત્રી પુનમના ત્રિદિવસીય મેળામાં 8 થી 10લાખ જેટલાં શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે. આ વર્ષે 10 લાખ જેટલાં શ્રદ્ધાળુઓ ઊમટી પડે તેવી ધારણા રાખી વહીવટી તંત્રએ આયોજન હાથ ધયું છે.

(6:26 pm IST)