ગુજરાત
News of Wednesday, 18th April 2018

સુરત: પ્રેમિકાની લાશના ટુકડા કરી નાખવા જતા પ્રેમીને પોલીસે રંગેહાથે ઝડપ્યો

સુરત: લાલગેટ વિસ્તારમાં રહેતા પરિણીત મુસ્લિમ યુવાને પ્રેમિકાની ક્રુર હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરીને ભાઠેનાની ખાડીમાં  નાખવા જતા પોલીસના હાથે રંગેહાથ ઝડપાયેલા પ્રેમીએ પ્રેમિકાની ઓળખ ન થાય તે માટે આંગળીઓ પણ કાપી નાંખી હતી અને હથેળી તેમજ મોઢાનો ભાગ સળગાવી દીધો હતો. લાલગેટ સ્થિત પારસીશેરીમાં ઘર નં.૧૨-૩૦૫૦માં રહેતા શાહનવાઝ  ઉર્ફે શાનું યુસુફભાઇ શેખ ગઇકાલ સોમવારે ભાઠેનાની ખાડીમાં પ્રેમિકા ઝુલેખા ઉર્ફે ગુડ્ડીની ક્રુર હત્યા કર્યા બાદ લાશના ટુકડે ટુકડે કર્યા બાદ કોથળામાં ભરીને ફેંકવા જતા પકડાઇ ગયો હતો. ત્યારબાદ આજે લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરીને મગદલ્લા હાઇવે પરના ગરનાળા પાસેથી મરૃન કલરની ટ્રોલી બેગમાંથી ઝુલેેખાનું ધડ તથા ભાઠેના ખાડી બ્રિજ નીચેથી પ્લાસ્ટીકની કોથળીમાંથી એક હાથ મળી આવ્યો હતો. લાશનો એક પગ તેમજ હાથની કાપી નાખેલી આંગળાઓ મળી નહોતી. ભાઠેના ખાડીમાં નાંખેલા આ અંગે શોધવા આજે ફાયર બિગ્રેડની મદદ લેવાઇ હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપીએ પ્રેમિકાના આંગળીની છાપ ન આવે તે માટે હાથની આંગળીઓ જ કાપી નાખી હતી. અને હથોળીનો ભાગ પેટ્રોલથી સળગાવી મુકયો હતો.

(5:21 pm IST)