ગુજરાત
News of Sunday, 18th February 2018

૨પમીઅે નરેન્દ્રભાઇ મોદી દમણમાંઃ હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરાવશે

દમણઃ દમણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આગામી ૨૫મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણની મુલાકાતે આવવાના છે. અને દમણમા ગેસ પાઇપ લાઇન, પાણીની પાઇપ લાઇન તેમજ દમણ દિવ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરશે. જે માટે દમણ ભાજપ અને દમણ પ્રશાસન તડામાર તૈયારીઓમાં વ્યવસ્ત બન્યુ છે. દમણ કોંગ્રેસ દ્વારા કરેલા આક્ષેપો સંદર્ભ લાલુભાઇ પટેલે જણાવ્યું હતું કે વિપક્ષનું કામ જ વિકાસમાં રોડા નાખવાનું છે. પરંતુ તેમના વિરોધથી અમને કે દમણની પ્રજાને કોઇ ફર્ક નથી.

(7:42 pm IST)