વડોદરાના ભેટાસી ચોકડી પાસે રૂ.૧.૩૪ લાખના દારૂ સાથે ૨ ઝડપાયા
સુરતઃ સુરતની આંકલાવ ચોકડી પાસે રૂ.૧.૩૪ લાખનો દારૂ જપ્ત કરીને ૨ શખ્સોને ઝડપી લેવાયા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ આંકલાવ પોલીસે પેટ્રોલીંગ સઘન બનાવ્યું હતુ દરમ્યાન ભેટાસી ચોકડી પાસે વાહનો ચેક કરતા હતા ત્યારે સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે એક ક્વોલીસ કાર નંબર જીજે-૧, એચએ-૫૫૪૩ની આવી ચઢતાં પોલીસે કારને અટકાવીને તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની ૨૮ પેટીઓ કે જેની કિંમત ૧,૩૪,૪૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો.
પોલીસે કારમાંથી બે શખ્સોને ઝડપી પાડીને નામઠામ પુછતાં ઈમરાન ઉર્ફે સીકો બાબુભાઈ મહિડા (રે. ધનીયાવી, વડોદરા)તથા મુકેશભાઈ વ્રજલાલ ઉદાસી (વડોદરા)હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે એક મોબાઈલ ફોન, કાર અને વિદેશી દારૂ સાથે કુલ ૩,૩૪,૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને બન્નેની ઉલટતપાસ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો વડોદરાના લાલુ સિન્ધીએ મોકલાવ્યો હતો અને અંધારીયા ચકલાએ એક ગાડી આ વિદેશી દારૂની ડિલિવરી લેવા માટે આવવાની હોવાની કબૂલાત કરી હતી.