ગુજરાત
News of Monday, 18th January 2021

થરાદ તાલુકામાં કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી લઇ જઈ નરાધમે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

થરાદ:તાલુકાના એક ગામના એક પિતાએ આજે થરાદ પોલીસ સ્ટેશનમાં તેમનાજ ગામના એક ઈસમ  વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં ફરિયાદમાં તેમની કિશોર વયની દિકરીને લગ્ન ની લાલચ  આપી ભગાડી જઇ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું તેમ થરાદ પોલીસે પોક્સોની ફરિયાદ નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા અનુસાર થરાદ તાલુકાના નારોલી ગામના એક યુવકે એક ગામની ૧૫ વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી તેના ખેતરમાં લઇ જઇ તેની મરજી વિરુદ્ધ વારંવાર  દુષ્કર્મ આચર્યું હતું. પિતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ  ગત રાત્રે મારા બાજુના ખેતરમાં જીરુ ,રાયડો અને એરંડાનો પાક કરેલો હતો અને ત્યાં હું રાત્રે સુવા જવા નીકળ્યો હતો અને મારા ઘરે મારી દીકરી મારી પત્ની મારા  માં-બાપા સુતા હતા અને સવારના  હું ઘરે આવ્યો હતો. ત્યારે મારી પત્ની મારી દીકરીને આજુબાજુ શોધતી હતી ત્યારે મેં તેને પૂછયું કે શું કરે છે યારે મારી પત્ની એ  જણાવ્યું કે આપણી દીકરી સવારના  ખાટલામાં હતી નહીં. ત્યારે મેં ગામમાં તપાસ કરી અને મારા કુટુંબજીનો ભેગા થઈ મારી દિકરીને  શોધવા તજવીજ હાથ ધરી હતી.

(5:54 pm IST)