ગુજરાત
News of Monday, 18th January 2021

ઇડર તાલુકાના ચાંડપ ગામે બેંકમાં ખોટા પુરાવા રજૂ કરી ત્રણ શખ્સોએ 9.96 લાખની લોન લઇ છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

ઈડર:તાલુકાના ચાંડપ ગામના ચબુતરા વાસમાં રહેતા પ્રભાતસિંહ કોદરસિંહ ડાભીએ નોધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ બે વર્ષ અગાઉ ઈડર તાલુકાના ચાંડપ ગામના અમૃતસિંહ ધુળસિંહ ડાભી, સમલાપુરના ભોગીલાલ હરીભાઈ પટેલ તથા રતનપુર ગામના મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ ધ્વારા ચાંડપ ગામની પંચાયતમાંથી પ્રભાતસિંહ ડાભીની જમીનના ઉતારા કઢાવ્યા હતા.

આ ઉપરાંત આ ત્રણેય શખ્સોએ હિંમતનગરની યુનીયન બેંકમાંથી જમીન પર લોન લેવા માટે જરૂરી ગણાતા દસ્તાવેજ પૈકી કોઈ ધિરાણ કે લોન બાકી નથી તે મતલબનો પ્રભાતસિંહના નામનો દાખલો પણ ચાંડપ સેવા મંડળી માંથી લેવાયો હતો. ત્યારબાદ મુળ ખેડૂતની જાણ બહાર આ ત્રણેય જણાએ હિંમતનગરની પોલોગ્રાઉન્ડ શાખામાંથી અંદાજે રૂ.૯.૯૬ લાખની લોન લઈને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી દીધી હતી.

બીજી તરફ આ અંગે જમીનના માલિક પ્રભાતસિંહ ડાભીને ખબર પડતા તેમણે પોતાની જમીનના ઉતારા તપાસ્યા હતા જેમાં લોન પેટે કેટલીક રકમની જમીન તારણમાં હોવાનું જણાતા ત્રણેય જણાને પુછપરછ કરી હતી. જેમાં અંદાજે રૂ.૬૯.૭૦ લાખની રકમ છેતરપીંડી કરી વિશ્વાસઘાત સાથે ઉપાડી લીધા હતા જે અંગે પુછવા જતા ત્રણ પૈકી એક જણાએ પ્રભાતસિંહ ડાભીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

(5:54 pm IST)