ગુજરાત
News of Monday, 18th January 2021

સુરતના કાંસકીવાડ મેઈન રોડ નજીક ડ્રાયફૂટના ગોડાઉનની ડુપ્લીકેટ ચાવી મેળવી તસ્કરોએ 31.89 લાખની કિંમતનો જથ્થો ચોરી છૂમંતર.......

સુરત:શહેરના કાંસકીવાડ મેઇન રોડ પર આવેલા ડ્રાયફ્રુટના ગોડાઉનમાંથી છેલ્લા પાંચ મહિનાના સમયગાળા દરમિયાન પૂર્વ કર્મચારીએ ડુપ્લીકેટ ચાવી વડે તાળું ખોલી રૂા. 31.89 લાખ કિંમતની 317 નંગ કાજુની પેટી ચોરી જતા લાલગેટ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
અડાજણ હનીપાર્ક રોડ સ્થિત ગંગા જમના રો હાઉસમાં રહેતા ડ્રાયફ્રુટના હોલસેલ વેપારી મહેશ હસમુખલાલ બામણીયાનું ગોડાઉન હરીપુરા-કાંસકીવાડ મેઇન રોડ સ્થિત એસએમસી જુની સ્કુલ નજીક આવેલું છે. છેલ્લા કેટલાક સમયથી ગોડાઉનમાં બે અજાણ્યા યુવાનો તાળુ ખોલી પ્રવેશ કરી રહ્યા હોવાની જાણ વેપારીને થતા તેમણે સીસીટીવી ફુટેજ ચેક કરવાની સાથે ડ્રાયફ્રુટના સ્ટોકની ચકાસણી કરી હતી. જેમાં 20 કિલોગ્રામ પેકીંગની કાજુની 317 નંગ પેટી કિંમત રૂા. 31.89 લાખની ગુમ હતી અને ફુટેજમાં બે અજાણ્યા અલગ-અલગ સમયે ડુપ્લીકેટ ચાવી વડે ગોડાઉનના મેઇન દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશ્તા નજરે પડયા હતા. જેથી આ અંગે મહેશ બામણીયાએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે વેપારીને સાથે રાખી ફુટેજ ચેક કરતા જે બે અજાણ્યા યુવાનો નજરે પડી રહ્યા હતા તે પૈકી એક ગૌતમ નામનો યુવાન અને અગાઉ વેપારીને ત્યાં જ નોકરી કરતો હોવાનું જણાય આવ્યું હતું. જેથી પોલીસે ગૌતમની શોધખોળ હાથ ધરી છે.

(5:50 pm IST)