ગુજરાત
News of Monday, 18th January 2021

દેશની અદ્વિતિય ઘટના...જેલ કેદીઓ માટે એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જનો ગુજરાતમાં તુર્તમા પ્રારંભ

જાણીતા મહિલા શિક્ષણવિદ ઇન્દુ રાવના સહયોગથી અભૂતપૂર્વ કાર્ય : જેલમાં પણ હીરા ઘસવાની તાલીમ. જેલ મુકત થનાર કેદીઓ બહાર નીકળી આત્મનિર્ભર બને તે માટે વિવિધ પ્રયોગોની ગુજરાતના જેલ વડા ડો. કે એલ.એન.રાવ દ્વારા મહત્વની જાહેરાત

રાજકોટ તા.૧૮, જેલ તંત્ર દ્વારા સંજોગવશાત ગુન્હો કરી જેલમાં રહી ગુન્હાની દુનિયામાં આગળ વધવાને બદલે જેલ બહાર જાય અને સમાજના મૂળ પ્રહવામાં ભળી પોતાની આવડત અભ્યાસ મુજબ રોજગારી મેળવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આત્મ નિર્ભર સ્વપ્ન સાકાર કરે તે માટે દેશમાં પ્રથમ વખત જેલ કેદીઓ માટે એમ્પ્લોયમેન્ટ   એકસચેન્જનો પ્રારંભ થવા જય રહ્યો છે.  રાજયના ચારેય મહાનગરોમાં કેદીઓ સંચાલિત રેડીઓ પ્રિઝન નો પ્રારંભ કરવાનો ડો. કે.એલ.એન.રાવ દ્વારા પ્રારંભ પ્રસંગે આ મહત્વની જાહેરાત કરી હતી.    અત્રે યાદ રહે કે ડો. કે.એલ.એન. રાવના ધર્મપત્ની ડો. ઇન્દુરાવના પત્ની જાણીતા શિક્ષણ શાસ્ત્રી છે. તેવો નું અદભૂત જ્ઞાન જોય સાઉથની એક પ્રતિષ્ઠિત યુનિ. દ્વારા તેમને ડિરેકટરની સામેથી પોસ્ટ આપવામાં આવી છે તેઓ દ્વારા પણ આત્મ નિર્ભર પ્રોજેકટ અંતર્ગત વિવિધ સૂચનો ખૂબ ઉપયોગી બને છે.    ડો કે.એલ.એન.રાવ દ્વારા સુરતના હીરા ઉદ્યોગ ગ્રહોની મદદથી જેલમાં કેદીઓ હીરા ઘસવાની તાલીમ મેળવી રોજગારી મેળવી ઊચ તે માટે પ્રોજેકટ આરંભ્યો છે.    પ્લમ્બર  અને ઈલેકટ્રી સ્યન વિગેરે દ્વારા રોજગારી મળે તેવું અદભૂત નેટ વર્ક ગોઠવ્યું છે. જેલના રોજગાર કેન્દ્ર દ્વારા આ બધી વ્યવસ્થા સારી રીતે ગોઠવાય તે માટે તજજ્ઞોની મદદ મળી રહી છે.

(3:28 pm IST)