ગુજરાત
News of Monday, 18th January 2021

તાલીમ પૂર્ણ થવા છતાં ૨૭ DYSP પોસ્ટીગ ન મળતા લબડતા મેળમાં રહેલા આ અધિકારીઓનું કરવું શું?

રાજય પોલીસ તંત્રમાં કદી ન સર્જાય હોય તેવી સમસ્યા સર્જાતા પોલીસ તંત્રમાં હોટ ટોપિક ? હવે શું? એક જ વાત :

પોલીસ મેન્યુઅલમાં આ બાબતે જોગવાઈ નથીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તંત્ર ગળાડૂબ હોવાથી ગડમથલઃ ચિંતિત DGP ઓફિસ આવા અધિકારી પાસે શું કામ લેવું તેના સૂચનો કર્યા

રાજકોટ તા.૧૮,રાજય પોલીસ તંત્રના ઇતિહાસમાં કદી ન સર્જાય હોય તેવી પરિસ્થિતિ સર્જાતાં આવા સંજોગોમાં શું કરવું? તે માટે રાજયના પોલીસ વડા દ્વારા માર્ગદર્શન માગવા સાથે કેટલાક સૂચનો પણ રાજય પોલીસ વડાને કચેરી દ્વારા થયાનું પોલીસ તંત્રમાં ખાનગીમાં આ બાબત હોટ ટોપિક બની રહી છે.                              

 ડાયરેકટ DYSP લેવેલના ૨૭  જેટલા અધિકારીઓની તાલીમ પૂર્ણ થયેલ છે. છેલ્લે અમદાવાદ ગ્રામ્યના ૨ અધિકારીઓની તાલીમ બાકી હતી એ પણ પૂર્ણ થયેલ છે. આ બધી વિગતો તાલીમ વિભાગ તથા DGP office તરફથી ગૃહ મંત્રાલયને જણાવી દેવામાં આવેલ છે.આમ છતાં આ અધિકારીઓને રેગ્યુલર પોસ્ટિંગ આપવામાં કોઇ કારણોસર ઢીલ થયેલ છે.

     પોલીસ તંત્રમાં ચર્ચાતી વાતો મુજબ આવા રેગ્યુલર પોસ્ટીઞ આપવામાં આવે તો ૫૪ જેટલા ફેરફાર કરવા પડે .બીજું બદલી માટે પણ મોટી ડિમાન્ડ છે.તંત્ર પણ સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ગાળા ડૂબ છે.એટલે આ બધા નિર્ણયો કઇ રીતે લેવા તેની ગડમથલ ચાલે છે.   હવે તાલીમ પૂર્ણ થયા બધાનું  બધાનું શું કરવું ? આ માટે પોલીસ મેન્યુલમાં પણ ઉકેલ ન હોવાથી ડીજીપી ઓફિસ દ્વારા જ કેટલાક સૂચનો થયાની ચર્ચા પણ છે.જે સૂચનો થયા છે તે મુજબ આવા તાલીમાર્થી જે જિલ્લા કે શહેરમાં ફરજ  બજાવે છે  ત્યાં જયાં જગ્યા ખાલી હોય ત્યાં ચાર્જ આપી શકાય.                       

 આજ રીતે જયા DYSP લેવલ ના અધિકારીઓ રજા પર જાય ત્યારે તેમને ચાર્જ આપી શકાય એની સાથે સાથે એક એવું સૂચન પણ થયું છે કે કેટલાક ચકચારી દ્યટનાઓ સમયે જિલ્લા પોલીસ વડા દ્વારા રચાતી ટીમનું નેતૃત્વ પણ સોપવા માટે પણ વિચારી શકાય. રાજય પોલીસ તંત્રમાં  આ બધી વાતો રસપ્રદ રીતે અલગ અલગ એન્ગલથી જોવાઇ રહી છે.

(11:58 am IST)