ગુજરાત
News of Monday, 18th January 2021

વાગેથા ગામે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ,નાંદોદ દ્વારા પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના વાગેથા ગામ ખાતે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ નાંદોદ તાલુકાના પ્રમુખ મિકિતાબેન પી.વસાવાનાં સહયોગથી પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુવાનોમાં જાગૃતતા આવે તેમજ રમતગમત ક્ષેત્રે યુવાનો આગળ વધે તેવા હેતુસર મિકિતાબેન વસાવા યુવાનો મધ્યે રહી પ્રયાસ કરી રહ્યા છે,જેમાં આજુબાજુના વિસ્તારનાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો જેમાં કુલ 14 ટીમો ટુરનામેનન્ટમાં જોડાઈ હતી.
  રાષ્ટ્રીય લોક અધિકાર મંચનાં નાંદોદ તાલુકાના પ્રમુખ. મિકિતા બેન વસાવા દ્વારા ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ વધારવા માટે જીતેલી ટીમને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર અને  પ્રોત્સાહિત ઈનામો આપી પ્રોતહિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમાંકે ભાથીજી ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો, જ્યારે બીજા ક્રમાંકે બોકસર ટીમ રહી હતી. અને બેસ્ટમેન તરીકે પરેશભાઈ રવિન વસાવા, તેમજ બેસ્ટ બોલર તરીકે સુનિલભાઈ મહેન્દ્ર વસાવાને પસંદ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ નર્મદા જિલ્લા બોર્ડ નાં એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ સર્જન વસાવા,રાષ્ટ્રીય લોક અધિકાર મંચ નર્મદા જિલ્લા પ્રમુખ.જેસીંગ વસાવા,નાંદોદ તાલુકાના પ્રમુખ. મિકિતાબેન વસાવા,સોનલબેન,નાંદોદ BTP પ્રમુખ વિજયભાઈ વસાવા તેમજ વાગેથા ગામના સરપંચ સોમીબેન વસાવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:07 am IST)