ગુજરાત
News of Monday, 18th January 2021

રાજપીપળા ખાડા ફળીયાથી પગપાળા પાવાગઢ જતા સંઘ માટે રુદ્ર લોક સેવા ગ્રુપે ચાહ નાસ્તાનું આયોજન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર માંથી દર વર્ષે ઘણા યુવાનો પગપાળા પાવાગઢ સંઘ લઈ દર્શનાર્થે જાય છે ત્યારે આજરોજ રાજપીપળાના ખાડા ફળિયાના 100 થી વધુ યુવાનો પગપાળા પાવાગઢ જવા રવાના થયા હતા તેમનું રાજપીપળા રુદ્ર લોક સેવા ગ્રુપના પ્રમુખ અમિત ભાઇ વસાવા તેમજ ટેકરા ફળીયાના શૈલેષભાઇ વસાવા અને ગોવિંદભાઇ વસાવાએ સ્વાગત કરી રાજપીપળા નજીકના ભદામ ગામ પાસેની ગોપીનાથ હોટલ પાસે આ સંઘ માં પગપાળા જતા યુવાનો માટે ચાહ,નાસ્તાનું પણ આયોજન કર્યું હતું.ત્યાંથી તમામ યુવાનો પાવાગઢ જવા નીકળ્યા હતા

(10:49 am IST)