ગુજરાત
News of Saturday, 18th January 2020

રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત બચતનું મહત્વ,પૈસાનું વ્યવસ્થાપન અને રોજગારલક્ષી માહિતી --માર્ગદર્શન અપાયું

બહેનો આર્થિક રીતે પગભર થાય તે માટે ગૃહ ઉદ્યોગની તાલીમનું પણ આયોજન કરાયું

રાધનપુર : રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારની બહેનો ને બચતનું મહત્વ પૈસા નું વ્યવસ્થાપન જીવન વીમા નાની બચત અને તેના દ્વારા રોજગાર લક્ષી આયોજન બાબતે માહિતી અને માર્ગદર્શન આપવા સાથે બહેનો આર્થિક રીતે પગભર થાય તે માટે ગૃહ ઉદ્યોગની તાલીમનું આયોજન કરેલ હતું

  સમી તાલુકાના વરાણા ગામમાં રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ દેના આરસેટી તાલીમ કેન્દ્ર પાટણ દ્વારા મહિલાઓને ઘર વપરાશ માં વપરાતી વસ્તુઓ જેમ કે મીણબત્તી અગરબત્તી શેમ્પુ નાવાના સાબુ કપડા ધોવાનો સાબુ કપડા ધોવાનો પાવડર તેમજ ફીનાઇલ જેવી વિવિધ વસ્તુઓની તાલીમ આપવામાં આવી હતી જે તાલીમ આજે પૂર્ણ થતા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરેલ જે કાર્યક્રમ ને સફળ બનાવવા આરસેટી માં થી મુકેશભાઈ આશીસભાઈ રિલાયન્સ ફાઉન્ડેશન ના રાધા મેડમ ટિમ લીડર નિરપતસિંહ કિરાર વર્ષાબેન મહેતા જયરામ રબારી અને વ્રજલાલ રાજગોર સાથે ગામના સરપંચ ઉપસ્થિત રહી તાલીમાર્થી ઓને માર્ગદર્શન આપી પ્રમાણ પત્રો એનાયત કરેલ હતું

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માં મહિલા મંડળ ના આગેવાનો ટ્રેનર રેખાબેન તેમજ સંજયભાઈ જોષી એ ખૂબ જહેમત ઉઠાવેલ.હતી

તેમજ ગામ ના સરપંચ દ્વારા આ મહિલા મંડળ ને માર્કેટ પૂરું પાડવા આગામી માસ માં વારાણાં માં આયોજીત લોક મેળા માં સ્ટોલ રાખમાં મદદરૂપ થવા જણાવેલ એવું વ્રજલાલભાઈ રાજગોર ની યાદી માં જણાવેલ.છે 

(12:19 am IST)