ગુજરાત
News of Friday, 18th January 2019

વલસાડમાં આદિવાસીઓની કોંગ્રેસના નેતૃત્વમાં રેલી યોજાઈ :રોજગારીની માંગ ;કલેક્ટરને આવેદન અપાયું

ક્રિકેટ ગ્રાઉન્ડ અને સોપર્ટ્સ એકેડમી સ્થાપવા સાથે રોજગારીમાં પણ પ્રાધાન્ય આપવા માંગ

વલસાડમાં આદિવાસીઓ દ્વારા કોંગ્રેસની આગેવાની હેઠળ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું  હતું  જેમાં આદિવસી વિસ્તારો ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટસ એકેડમી અને યુવાનો ને રોજગારી મળે એવી માંગ કરવામાં આવી હતી.

 વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધા અને ખેલાડીઓ માટે ક્રિકેટ ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ એકેડમીથી લઈને યુવાનોને રોજગારી મળે એ માટે વલસાડ જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારોમાંથી લોકો આ રેલી માં જોડાયા હતા.

આ રેલી વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી વલસાડ જિલ્લા કલેકટર કચેરી સુધી યોજવામાં આવી હતી. ત્યારબાદ વલસાડ જિલ્લા કેલક્ટર ને આવેદન પત્ર પાઠવવા માં આવ્યું હતું. આદિવાસીઓ ની માંગ છે કે સરકારી કર્મચારીઓ ની ભરતી માં આદિવાસીને પ્રાધાન્ય આપવું અને આ વિસ્તારો માં ક્રિકેટ ગ્રાઉન્ડ અને સોપર્ટ્સ એકેડમી આ વિસ્તારો માં સ્થાપિત કરવામાં આવે અને યુવાનો ને રોજગારી મળે એ હેતુસર આ રેલી આયોજન કરવામાં આવ્યું હતું.

(10:36 pm IST)