ગુજરાત
News of Friday, 18th January 2019

વાયબ્રન્ટ સમિટની સાથે સાથે

પ્રથમ દિવસે લાખો કરોડના રોકાણની જાહેરાત

અમદાવાદ, તા. ૧૮: જેની ઉત્સુકતાપૂર્વક કારોબારીઓ અને કોર્પોરેટ જગતમાં રાહ જોવામાં આવી રહી છે તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આજે વિધીવતરીતે શરૂઆત થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની શરૂઆત કરાવી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. દેશ અને દુનિયાના સૌથી અમીર લોકોમાં સ્થાન ધરાવતા ઉદ્યોગપતિઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ સવારે મોદી ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા. મહાત્મા મંદિર ખાતે મોદીએ વિવિધ દેશોના વડાઓ સાથે મુલાકાત કરી હતી.વાયબ્રન્ટની સાથે સાથે નીચે મુજબ છે.

¨    દર બે વર્ષે યોજતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટર્ની વિધીવત રીતે ભવ્ય શરૂઆત થઇ .  આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી હતી

¨    મહાત્મા મંદિર ખાતે આયોજિત ત્રણ દિવસીય વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પાંચ દેશોના વડાઓ અને ૩૦૦૦૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ ભાગ લઇ રહ્યા છે

¨    મોદી વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યા બાદ બપોરે જુદા જુદા દેશોના વડાઓ સાથે વન ટુ વન મિટિંગ કરવા માટે તૈયાર થયા છે

¨    મુકેશ અંબાણી, ઉદય કોટક, કુમાર મંગલમ બિરલા સહિતના ૨૦થી વધુ ઉદ્યોગપતિઓ એક સાથે મંચ ઉપર પહોંચ્યા છે

¨    કોર્પોરેટ જગત અને કારોબારીઓની નજર વાયબ્રન્ટ પર કેન્દ્રિત

¨    ગ્લોબલ વેલ્થ ફંડ, પેન્શન ફંડ અને સંસ્થાકીય રોકાણકારો સાથે આજે સાંજે મોદી રાઉન્ડ ટેબલ મિટિંગ કરશે

¨    કારોબારીઓ સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ બાદ વીવીઆઈપી મહેમાનો સાથે ડિનરનું આયોજન કરાશે

¨    મહાત્મા મંદિર ખાતે આજથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી આવૃત્તિની શરૂઆત થઇ  થઇ . તમામ ટોપના ઉદ્યોગપતિઓ તેમાં ભાગ લઇ રહ્યા છે

¨    આદિત્ય બિરલા ૧૫ હજાર કરોડનુ રોકાણ કરવા માટે તૈયાર થયા

¨    તાતા ગ્રુપ સોડાએસ, પ્લાન્ટમાં જંગી રોકાણ કરવા માટે તૈયાર

¨    રોકાણકારોને આમંત્રિત કરતા મોદીએ ભારતમાં રોકાણ કરવાનો યોગ્ય સમય હોવાનો દાવો કર્યો

¨    વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતના લાખો કરોડના રોકાણની પ્રથમ દિવસે જ જાહેરાત

¨    રિલાયન્સ, અદાણી, તાતા ગ્રુપ,  આદિત્ય બિરલા ગ્રુપ, ટોરેન્ટ ગ્રુપ, એસ્સાર દ્વારા રોકાણની જાહેરાત

(10:13 pm IST)