ગુજરાત
News of Friday, 18th January 2019

વડોદરાના તરસાલીમાં દુકાનદાર મહિલા પાસેથી 1 લાખની ખરીદી કરી ગઠિયાએ બોગસ ચેક આપતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના તરસાલી વિસ્તારમાં રહેતી દુકાનદાર મહિલા પાસેથી ઓનલાઈન ટ્રેડીંગ મારફત ૧ લાખ રૃપિયાના શર્ટની ખરીદી કર્યા બાદ તેને રાજસ્થાનના વેપારીએ બોગસ ચેક આપી ઠગાઈ કરતા મહિલાએ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

તરસાલી વિસ્તારની આંનદસાગર સોસાયટીમાં રહેતા સ્વાતીબેન નિલેશભાઈ બોરસે તેમની સોસાયટીમાં અનુષ્કા શો નામે રેડીમેડ જેટ્સ ગારમેન્ટસની દુકાન ધરાવે છે. તેમણે ઓનલાઈન વેપાર કરવા અને દુકાનની જાહેરાત માટે ઈન્ડિયા માર્ટના પોર્ટલ પર એન્ડ્રોલ કર્યું છે અને તેમાં દુકાન અને તેમના રહેણાંક સરનામા, ફોટા અને મોબાઈલ નંબર સહિતની વિગતો અને તેમના સરનામાની વિગતો મુકી છે જેથી કોઈ ગ્રાહક આ વિગતો જોઈ તેમની સાથે વેપાર કરી શકે. ગત નવેમ્બર-૧૬માં રાજસ્થાનના જોધપુર સ્થિત પાલ રોડ પર આવેલા શર્મા એન્ટરપ્રાઈઝના એમ.એલ.શર્માએ તેમનો મોબાઈલથી સંપર્ક કર્યો હતો અને તેમની પ્રોડક્ટ પસંદ હોઈ તે ખરીદવાની વાત કરી કરી હતી.  

(5:41 pm IST)