ગુજરાત
News of Friday, 18th January 2019

રાજકોટ સહિત રાજયભરના આરોગ્ય કર્મચારીઓ આંદોલનના માર્ગેઃ ૧પમી ફેબ્રુઆરીથી બેમૂદતી હડતાલ

૨૧મીથી કાળી પટ્ટીઃ ૨૮મીથી રીર્પોટીંગ નહી કરાયઃ ૬ ફેબ્રુઆરીએ માસ સીએલ-રામધૂન

રાજકોટ, તા.૧૮: રાજયભરના આરોગ્ય કર્મચારીઓ આંદોલનના માર્ગે આવી ગયા છે. ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર સંલગ્ન રાજય મહામંડળો, જિલ્લા મંડળો, જિલ્લા સંઘો, વિવિધ સંવર્ગના જિલ્લા મંડળો તથા રાજયભરના વિવિધ સંવર્ગના તમામ આરોગ્ય કર્મચારી ભાઇ-બહેનોને આદેશ અપાયો છે કે મહાસંઘ દ્વારા અગાઉ તા.૨૦/૧૨/૧૮ના રોજ મુખ્યમંત્રીશ્રી, આરોગ્ય મંત્રીશ્રી અને પંચાયત મંત્રીશ્રીને રૂબરૂ આપવામાં આવેલ પડતર પ્રશ્નોનાં આવેદનમાં સમાવિષ્ટ જુદાજુદા સંવર્ગના અતિ મહત્વના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા અંગે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીને કરેલ રજુઆત પછી આજ દિન સુધી કોઇપણ પ્રકારની સુચિત કાર્યવાહી કરવામાં ના આવતા તથા આંદોલનની નોટીશ આપવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં ના આવતા આ મહાસંઘની મળેલ તાકીદની કારોબારી સભામાં લેવાયેલ નિર્ણય અને ઠરાવ અનુસાર તા.૨૧થી રાજય વ્યાપી આંદોલન અંગેના તબકકાવાર કાર્યક્રમો આપવામાં આવે છે. જે આદેશનો રાજયભરના તમામ સંવર્ગના તમામે તમામ આરોગ્ય કર્મચારીઓએ (બીજી સુચના કે આદેશ ન થાય ત્યાં સુધી) આ આદેશનો ચૂસ્તપણે પાલન કરી કાર્યક્રમોનો સફળતાપુર્વક સંપુર્ણપણે અમલ કરવા સૂચના અપાઇ છે.

આ આંદોલનમાં તા.૨૧થી તા.૨પ સુધી કાળી પટ્ટી પહેરી આરોગ્ય કર્મચારીઓ ફરજ બજાવશે. તા.૨૮ના રોજ આરોગ્ય કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે પરંતુ તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ રીપોટીંગ કરશે નહિ. તથા તા.૬ ફેબ્રુઆરીના રોજ માસ સીએલ અને જીલ્લા મથકે રામધૂન-સફાઇ કામગીરી દેખાવો કરશે, અને તા.૧પ ફેબ્રુઆરીથી બેમુદતી હડતાલ ઉપર જશે.(૨૩.પ)

(3:24 pm IST)