ગુજરાત
News of Friday, 18th January 2019

ગાંધીનગરમાં મહિલા કર્મચારીઓનો સત્યાગ્રહ

રાજકોટઃ બોન્ડેડ સ્ટાફને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ના ૬વર્ષની સળંગ  નોકરીના સમયગાળા બાદ છૂટા કરી અન્યાય કરવામાં આવતા ગાંધીનગર સેકટર- ૬ ખાતે અન્યાયનો ભોગ બનેલ ૭૨ મહિલા કર્મચારીઓ દ્વારા પાંચ દિવસીય ધરણા અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ હાથ ધરાયો છે. જેમાં ૫૦ જેટલા અન્ય બહેનો તેમજ સામાજીક સંગઠનો જોડાશે તેમ કલ્પનાબેન જાદવ (મો.૯૯૨૪૮ ૫૭૫૭૨)ની યાદીમાં જણાવેલ.

(3:22 pm IST)