ગુજરાત
News of Friday, 18th January 2019

વાઇબ્રન્ટ માત્ર દેખાડો જ ? ૭૫ લાખ કરોડના દાવા સામે માત્ર ૧,૦૭,૩૧૬ કરોડનું રોકાણ થયું

ગુજરાતમાં પ્રત્યેક બાળક રૂ. ૪૦ હજારના કરજ સાથે જન્મે છે?: સમિટ વગર પણ આનાથી વધુ રોકાણ આવતુ હતું : પરેશ ધાનાણી

ગાંધીનગર તા. ૧૭ : ગુજરાતમાં આઠ આઠ વાઈબ્રન્ટ ઉત્સવો થયા પછી ૬૫ લાખ કરોડના મૂડી રોકાણના દાવા, લાખો રોજગારીના સર્જનની થયેલી જાહેરાતો સામે હકીકતમાં મૂડીરોકાણ અને રોજગારીના દાવાનું 'મોદી મોડેલ' પોકળ સાબિત થયું. ત્યારે ૯મા વાઈબ્રન્ટ ઉત્સવ પહેલા કરોડો રૂપિયાના ખર્ચા-જાહેરાતો-સ્વપ્રસિદ્ઘિ પછી ગુજરાતના નાગરિકોને શું ફાયદો થયો ? ગુજરાતમાં ખરેખર કેટલું મૂડીરોકાણ આવ્યું ? ગુજરાતના કેટલા યુવાનોને રોજગારી પ્રાપ્ત થઈ ? વગેરે પ્ર'નો જવાબ માંગતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રોજગારી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલીને બદલે પુંજી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલી એ ગુજરાતની ભાજપ સરકારની નીતિ રહી છે. આ પ્રકારની નીતિથી પુંજીપતિઓને ફાયદો થાય છે.

ગુજરાત રાજયના સામાજિક-આર્થિક સમીક્ષા ૨૦૧૬-૨૦૧૭ અંદાજપત્ર પ્રકાશન-૩૪ના પાના નં. ૨૬મા મુદ્દા નં. ૪.૧૦ મુજબ, રાજયમાં જાન્યુઆરી-૧૯૮૩થી ઓગસ્ટ-૨૦૧૬ સુધીમાં ઉદ્યોગ સાહસિકો પાસેથી રૂ. ૧૩,૮૫,૭૦૦ કરોડના સંભવિત મૂડીરોકાણ સાથેના કુલ ૧૫,૧૦૯ આવેદનપત્રો (મેમોરેન્ડમ, ઈન્ટેન્ટ, પરમીશન) પ્રાપ્ત થયેલ. રાજયમાં તમામ રોકાણના અમલીકરણ માટે એક તંત્ર પ્રસ્થાપિત કરેલ છે. રાજયમાં તા. ૩૦-૯-૨૦૧૬ની સ્થિતિએ રૂ. ૨,૭૫,૮૮૦ કરોડનું મુડીરોકાણ ધરાવતાં ૬૨૫૧ એકમો ઉત્પાદનમાં આવેલ છે. વિધાનસભામાં આપેલા જવાબો મુજબ વાયબ્રન્ટ ૨૦૦૩થી ૨૦૧૭ સુધીમાં કુલ ૮૧,૭૨૬ પ્રોજેકટો પૈકી ૪૨,૩૪૧ પ્રોજેકટો અમલમાં આવેલ છે. વિધાનસભામાં આપેલ જવાબો મુજબ, રાજયમાં આઠ વાયબ્રન્ટમાં રૂ. ૭૪,૪૯,૫૨૬.૫૫ કરોડના સૂચિત મૂડીરોકાણ સામે રૂ. ૧૧,૧૩,૬૦૨.૧૪ કરોડનું મુડીરોકાણ થયું છે. રાજય સરકારના સામાજીક આર્થિક સમીક્ષા ૨૦૧૬-૨૦૧૭માં આપેલા આંકડા કરતા વાયબ્રન્ટ અન્વયે થયેલ મૂડીરોકાણ અંગેના વિધાનસભામાં આપેલ જવાબોમાં મૂડીરોકાણ કેવી રીતે વધી ગયું ?

શિક્ષિત બેરોજગારની સંખ્યામાં ઉત્ત્।રોતર વધારો થયો છે, વર્ષ ૨૦૦૨-૦૩થી અંદાજપત્રમાં ૬૨ લાખ લોકોને રોજગારી આપવાની જાહેરાત કરવામાં આવેલ અને રોજગારી આપવામાં નંબર-૧ના દાવાઓ કરવામાં આવે છે પણ ૫-૭ હજાર જગ્યાઓ માટે ૧૫ લાખ યુવાનો અરજીઓ કરે છે અને આવા યુવાનોને મળતિયાઓની ભરતી માટે થતાં પેપર કૌભાંડમાં ભોગ બનવું પડે છે. રાજયમાં દર વર્ષે ૧ લાખ બેરોજગારોનો વધારો થાય છે. રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં માત્ર ૧૨,૮૬૯ બરોજગારોને જ સરકારી નોકરી પૂરી પાડવામાં આવી છે તે જ નંબર-૧ના દાવાની પોલ ખોલે છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્ત્।ર ગુજરાત સહિત રાજયમાં ખેડૂતો અછતનો સામનો કરી રહ્યા છે ત્યારે રાજય સરકાર વાયબ્રન્ટના તાયફાઓ કરે છે. વાયબ્રન્ટ-૨૦૧૯ના પાર્ટનર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખે સ્વીકાર્યું છે કે, જીએસટી અને નોટબંધી બાદ ગુજરાતના ઉદ્યોગો મંદીની વ્યાપક અસર હેઠળ છે, માત્ર સુરતમાં જ ૫૦,૦૦૦ યુનિટો બંધ થતા બે લાખથી વધુ લોકોની રોજીરોટી છીનવાઈ છે, જ્ત્ખ્દ્ગક્ન આંકડાઓ મુજબ સરકારની નિષ્ક્રિયતાના કારણે રાજયમાં નાના અને મધ્યમ ઉદ્યોગોની સ્થિતિ કથળી રહી છે અને રાજયમાં નાના અને મધ્યમ ઉદ્યોગોની અવગણના થઈ રહી છે. એક ગુજરાતી દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે રાજયમાં ૪ લાખ નાના અને મધ્યમ ઉદ્યોગો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ચાર લાખ ઉદ્યોગોમાં ૧૦ વ્યકિતઓ કામ કરતાં ગણીએ તો પણ ૪૦ લાખ લોકોની રોજગારી છીનવાઈ છે. ભાજપ સરકાર દ્વારા રોજગારી આપવાની તો દૂર પણ રોજગારી છીનવવાનું કામ થઈ રહ્યું છે. તેમ પરેશ ધાનાણી જણાવે છે.

રાજયમાં સૌથી વધુ રોકાણ આવશે તેવી જાહેરાત કરાઈ હતી તે ક્ષેત્રના પ્રોજેકટસ સૌથી વધુ પડતા મુકાયા. કેમિકલ્સ અને પેટ્રો કેમિકલ્સમાં ૪૨૬૫ પ્રોજેકટ આવશે એવું જાહેર કરી તો દેવાયું હતું પણ ૧૪૪૫ પ્રોજેકટ તો પડતા મુકાયા છે. જેમાં સૌથી વધારે સાડા છ લાખ બેકારોને રોજગારી મળવાની હતી પણ તેમ થઈ શકયુ નથી.

આઠ આઠ વાયબ્રન્ટ પછી ગુજરાતના પાયાના ઉદ્યોગોને ફાયદો અને ગુજરાતમાં વેલ્યુ એડીશન અંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ગુજરાત ૨ લાખ ૪૮ હજાર કરોડના દેવા સાથે અગ્રીમ દેવાદાર રાજય તરીકે આગળ વધી રહ્યું છે અને આ દેવું માર્ચ ૨૦૧૯ સુધીમાં રૂ. ૩,૧૮,૦૦૦ કરોડનું થશે.

કોંગ્રેસના શાસનમાં રાજયમાં જી.એસ.એફ.સી., જી.આઈ.આઈ.સી., જી.એન.એફ.સી., જી.એસ.પી.સી., જી.એચ.સી.એલ., જી.એમ.ડી.સી. સહિતના અનેક જાહેર એકમોની સ્થાપના થઈ હતી. એક તરફ દેશમાં મેક ઈન ઈન્ડીયા અને બીજીબાજુ ચાઈના કંપનીઓ માટે રેડ કાર્પેટ અને તેમાં પણ સરદાર સાહેબની પ્રતિમા ચાઈનીઝ કંપની બનાવે એ સૌથી દુઃખદ બાબત છે.  આઠ-આઠ વાઈબ્રન્ટના ઉત્સવોમાં કેટલો ખર્ચ થયો? અને કેટલો લાભ થયો તેનું સરવૈયુ માંગતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટમાં આવનારા લોકોને મોંઘી ગાડી, મોંઘા ભોજન સાથે ટુરીઝમ પેકેજ છે. તેનાથી ગુજરાતને શું લાભ થશે? સ્વપ્રસિધ્ધીમાં રાચતા વડાપ્રધાન-ભાજપા સરકાર કાળાધનના કરોડો રૂપિયાથી જુઠ્ઠો પ્રચાર કરીને સત્તા મેળવી છે. ગુજરાતમાં જન્મ લેતું દરેક બાળક ૪૦ હજારના દેવા સાથે જન્મે છે. સરકાર જો બહુ રોજગારી આપતી હોય તો પછી એસ.સી., એસ.ટી, ઓ.બી.સી., પાટીદાર સહિતના સમાજો રોજગારી મેળવવા કૂચ કેમ કાઢે છે.(૨૧.૧૪)

(11:33 am IST)