અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો પીએમ મોદીએ કરાવ્યો શુભારંભ : ખાદીનું જેકેટ ખરીદી ડિજિટલ ચૂકવણી કરી
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019માં ભાગ લેવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે,આજે પ્રથમ દિવસે તેમણે ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, વાડીલાલ હોસ્પિટલના પ્રાંગણમાં બનેલી સરદાર વલ્લ્ભભાઈ પટેલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું અને ત્યાર બાદ રિવરફ્રન્ટ ખાતે દુબઈની શૈલીમાં આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો
શુભારંભ કરાવ્યા બાદ વડા પ્રધાન મોદીએ અહીં ખરીદી પણ કરી હતી. તેમણે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલ પરથી એક જેકેટ ખરીદ્યું હતું. તેમણે આ ખરીદીનું પેમેન્ટ પણ જાતે જ કર્યું હતું. તેમણે રૂપે કાર્ડ દ્વારા ડિજિટલ ચૂકવણી કરી હતી