ગુજરાત
News of Friday, 18th January 2019

વાઇબ્રન્ટ સમિટની સુરક્ષા-બંદોબસ્તમાં લાગેલા પોલીસકર્મીના ફૂડપેકેટ સામે સવાલ ઉઠ્યા

ફૂડ પેકેટના રાજ્ય સરકાર 250 રૂપિયા ચૂકવતી હોવા છતાં ગુણવતાને લઈને પ્રશ્નો ઉભા થયા

 

અમદાવાદ :વાઈબ્રન્ટ સમિટની સુરક્ષા અને બંદોબસ્તમાં લાગેલા પોલીસ કર્મીઓની દૂર્દશા સામે આવી છે. 24 કલાક બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા પોલીસ જવાનોને જે ફૂડ પેકેડ અપાયા છે તેની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

  હેડક્વાર્ટર તરફથી જે ફૂડ પેકેટ અપાયા છે તેને લઈને સવાલો ઉઠ્યા છે.પોલીસકર્મીઓ મુજબ એક ફૂડ પેકેટના રાજ્ય સરકાર 250 રૂપિયા ચૂકવે છે પરંતુ ડીશ જોતા ડીશ 250 રૂપિયાની હોય તેમ નથી લાગતું. આવા ફૂડ પેકેટને લઈને પોલીસકર્મીઓમાં પણ નારાજગી ફેલાઈ છે.

(8:40 am IST)