ગુજરાત
News of Friday, 18th January 2019

ભરૂચના વડદલા નજીક નેશનલ હાઇવે પર બે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત:બે લોકોને ગંભીર ઇજા

ભરૂચના વડદલા નજીક આવેલ નેશનલ હાઇવે પર બે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.

    આ અકસ્માત સર્જતાં એબ્યુલન્સ 108 ઘટના સ્થળે પહોંચી 8 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા વધતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

(10:29 pm IST)