ગુજરાત
News of Friday, 18th January 2019

ભરૂચમાં મિલ્કત સબંધી ઝઘડામાં પત્નીએ ફલેટમાં આગ લગાડી :હજારોનું નુકશાન :પત્નીની ધરપકડ

દંપતી વચ્ચે મિલ્કત અંગે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મોડીરાત્રે ફલેટમાં આગ લગાડાઇ

ભરૂચ :શહેરના જીએનએફસી રોડ પર આવેલા આનંદ એપાર્ટમેન્ટના એક ફલેટમાં મિલકત સબંધી ઝઘડામાં મોડી રાત્રિના સમયે આગ લગાડવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે ફરિયાદ નોંધી  પોલીસે આગ લગાડનાર પત્નીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  મળતી વિગત મુજબ ભરૂચ શહેરના જીએનએફસી રોડ પર આનંદ એપાર્ટમેન્ટ આવેલું છે. એપાર્ટમેન્ટના એક ફલેટમાં રહેતા દંપત્તી વચ્ચે મિલકત સંબંધી ઝઘડો થયા કરતો હતો. જે મિલકત સંબંધિ ઝઘડાને લઈ પતિ અને પત્ની વચ્ચે ગઈકાલે મોટો ઝઘડો થયો હતો.આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિ-પત્નીની સામે આવેલ ફલેટમાં મોડી રાત્રિના સમયે આગ લગાવાઈ હતી

   આ આગ લાગવાના કારણે ફલેટમાં હજારો રૂપિયાનું નુકસાન પહોંચ્યુ હોવાનો અંદાજ છે. આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસે આગ લગાડનાર આરોપી પત્નીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:43 am IST)