ગુજરાત
News of Tuesday, 17th November 2020

નડિયાદમાં કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જઈ એક લાખની લૂંટ ચલાવનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

નડિયાદ:શહેરમાં દિવાળીના દિવસે ખાડ વાસમાં રહેતો અને તાજેતરમાં હત્યાના કેસમાં સજા કાપી જેલમાંથી પરત ફરેલ એક આરોપીએ કોન્ટ્રાક્ટરની ઓફિસમાં ઘૂસી માર મારીને લૂંટ ચલાવી હોવાની ચર્ચાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર દિવાળીની રાત્રીએ અસામાજિક તત્વો સંજયભાઇ નામના કોન્ટ્રાક્ટરની ઓફિસમાં ઘૂસી ગયા હતા. જ્યા માહીન નામના વ્યક્તિએ સંજયની પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. સંજયે રૂપિયા આપવાની ના પાડતા માહીને સંજય પર હુમલો કરી દીધો હતો. માહીને સંજયને ૫૦ થી વધુ લાફા મારી અધમૂવો કરી નાખ્યો હતો અને તેની પાસે પડેલા રૂ.લાખ રોકડા લઇ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

(3:37 pm IST)