ગુજરાત
News of Tuesday, 17th November 2020

રખડતા પશુઓંએ વડોદરામાં 39 વર્ષીય યુવકનો ભોગ લીધો:સ્કૂટર આડે ગાય આવી જતા સર્જાયો અકસ્માત

વડોદરા:શહેરમાં જાહેરમાર્ગ પર રખડતા  પશુએ ૩૯ વર્ષના યુવકનો ભોગ લીધો છે અને પરિવારમા દિવાળીની ખુશી ગમગીનીમાં ફેરવાઇ ગઇ છે. 

રાવપુરા  રાણાવાસમાં રહેતો ૩૯ વર્ષનો મેહુલ ઠાકોરભાઇ રાણા નોકરી કરે છે. ગત ૧૧મી તારીખે  સાંજે સાડાપાંચ વાગ્યે મેહુલ રાણા સ્કુટર લઇને ફતેગંજ ઇએમઇ  બ્રિજથી સર્વિસ રોડ પર ફતેગંજ જઇ રહ્યો હતો. તે  દરમિયાન રસ્તામાં અચાનક ગાય આવી જતા મેહલુ રાણાનું સ્કુટર ગાય સાથે અથડાયું હતું. રસ્તા પર ફંગોળાઇ ગયેલા મેહુલ રાણાને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તે ઉપરાંત  હાથ અને પગ પર પણ તેને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે  ઘવાયેલા મેહુલ રાણાને સારવાર અર્થે ખાનગી  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર  દરમિયાન મેહુલ રાણાનું મોત નિપજ્યુ હતું. જે અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(3:37 pm IST)