News of Tuesday, 17th November 2020
વડોદરા:તરસાલી રાજીવનગરમાં ફટાકડા ફોડવું યુવકને ભારે પડ્યું:ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમ્યાન મૃત્યુ
વડોદરા: શહેરના તરસાલી રાજીવનગરમાં રહેતો યુવક ગતરાત્રે ઘર પાસે ફટાકડા ફોડતો હતો. ફટાકડાથી દાઝી ગયેલા યુવકનું ટૂંકી સારવાર બાદ સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.
દિવાળીના તહેવારમાં ગતરાત્રે રજીવનગરમાં રહેતો અલ્પેશ બળદેવભાઇ પંચાલ દ્વારા નજીક જ ફટાકડા ફોડતો હતો. અને ફટાકડાની આગથી સખત રીતે દાઝી જતા તેને સારવાર માટે મોડીરાત્રે તેનો ભાઇ સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. જયાં ટૂંકી સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નિપજ્યું છે. બનાવ અંગે મકરપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અલ્પેશ પંચાલ અપરિણીત હતો અને શાકભાજીની છુટક ફેરી કરી ગુજરાન ચલાવતો હતો.
(3:37 pm IST)