ગુજરાત
News of Tuesday, 17th November 2020

વડોદરાના તરસાલી તળાવમાં ન્હાવા પડેલ શખ્સ પાણીમાં ડૂબી જતા અરેરાટી:5 કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે લાશની શોધખોળ કરી

વડોદરા: તરસાલી તળાવમાં નાહવા પડેલો ૪૩ વર્ષનો શખ્સ ડૂબી ગયો હતો. પાંચ કલાકની શોધખોળ બાદ ફાયરબ્રિગેડડના જવાનોએ તેની લાશ બહાર કાઢી હતી.

લાલબાગ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા શનાભાઇ ધૂળાભાઇ રાઠોડિયા તેની પત્ની સાથે સાંજ સવારે તરસાલી તળાવ પર ગયા હતાં. તેમના પત્ની તળાવના કિનારે કપડા ધોતા હતાં અને શનાભાઇ તળાવમાં ન્હાવા પડયા હતા. તળાવની અંદર ન્હાતા શનાભાઇ એકાએક ડૂબવા લાગતા તેમને બૂમાબૂમ શરૃ કરી હતી. પતિને પાણીમાં ડૂબતા જોઇ કિનારે કપડા ધોતી તેમની પત્નીએ બૂમાબૂમ કરી હતી. જેના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતાં. પરંતુ તે પૂર્વે શનાભાઇ પાણીમાં અંદર ગરકાવ થઇ ગયા હતાં. તેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો ટનાસ્થળે દોડી આવ્યા હતાં. પાંચ કલાકની શોધખોળ બાદ ફાયરબ્રિગેડના જવાનોએ શનાભાઇની લાશ તળાવમાંથી બહાર કાઢી હતી.

(3:36 pm IST)