ગુજરાત
News of Sunday, 17th November 2019

સુરતના ડિંડોલીમાં સ્પીકર વગાડવા બાબતે ઠપકો આપતા પરિવાર પર હુમલો : પિતાનું મોત-પુત્ર ગંભીર : માતાને ઇજા

ડીંડોલી પોલીસ સહિત ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

સુરતના ડિંડોલી વિસ્તારમાં સ્પીકર વગાડવા મામલે ઠપકો આપતા ઉશ્કેરાયેલ લોકોએ પરિવાર પર હુમલો કરતા એક  વ્યક્તિની હત્યા કરી છે જયારે અન્ય એબ લોકોને ઇજા પહોંચી છે જેમાં એક ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે

 આ અંગે મળતી વિગત મુજબ સુરતના ડીંડોલીના જગદંબા નગર સોસાયટીમાં બે યુવકોએ સ્પીકર વગાડવા મુદ્દે ટકોર કરનાર જગણભાઈ અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. જે ઘટનામાં જગણભાઈ માળીનું મોત થયું જ્યારે પુત્ર પ્રવીણ અને માતા ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પુત્રની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. હત્યાની ઘટના બાદ ડીંડોલી પોલીસ સહિત ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. જ્યાં હત્યારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી

(9:44 am IST)