ગુજરાત
News of Sunday, 17th November 2019

હેલ્થ પોલિસીમાં રાજ્યના પ્રત્યેક જિલ્લાઓમાં મેડિકલ કોલેજો, સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલો જેવી સુવિધાઓ ઊભી કરવાની સાથે સ્પેશ્યાલિસ્ટ તબીબોને પ્રોત્સાહક ઇન્સેન્ટીવ આપીને છેવાડાના ગામો, નગરો સુધી મેડિકલ સેવાઓ વિસ્તારવા માટે સરકાર પ્રતિબદ્ધ છે: વિજયભાઇ રૂપાણી

સુરત : સુરતમાં ડોકટરો ના એક કાર્યક્રમને સંબાેધતા મેડકલ ક્ષેત્રે સરકારની સિદ્ધિઆે વર્ણવતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, સરકાર હેલ્થ પોલીસી અંતર્ગત અનેક સુધારા લાવી છે અને મા વાત્સલ્ય, મા અમૃતમ યોજનામાં રૂ.5 લાખનું આરોગ્ય કવચ જેવી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યાં છે. લાેકાે યુએસની વાત કરે છે પણ અમે યુએસની જેમ આરાેગ્ય કવચ પુરું પાડવા જનતા પાસે પ્રિમિયમ નથી લેતા અને તે વિના મૂલ્યે પુરી પાડી રહ્યાં છીએ. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હેલ્થ પોલિસીમાં રાજ્યના પ્રત્યેક જિલ્લાઓમાં મેડિકલ કોલેજો, સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલો જેવી સુવિધાઓ ઊભી કરવાની સાથે સ્પેશ્યાલિસ્ટ તબીબોને પ્રોત્સાહક ઇન્સેન્ટીવ આપીને છેવાડાના ગામો, નગરો સુધી મેડિકલ સેવાઓ વિસ્તારવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે ગ્રીન કોરિડોરની સુવિધા પુરી પાડી રહ્યાં છીએ.

મુખ્યમંત્રીએ તાજેતરમાં રાજ્ય સરકારે મેડિકલ સેક્ટરને પ્રોત્સાહન આપવા હેલ્થ પોલિસી બહાર પાડી છે, જેના પરિણામે રાજ્યની આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ અને અસરકારક બની છે. છેલ્લા ૧૯ વર્ષમાં રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનની વિશદ ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૦ પહેલા રાજ્યમાં ૩૫ હજાર એમ.બી.બી.એસ. તબીબો હતા, પરંતુ રાજ્ય સરકારના મેડિકલ ક્ષેત્રે લેવાયેલા મહત્વપૂર્ણ પગલાઓના કારણે જેમની સંખ્યા વધીને આજે ૭૦ હજાર થઇ છે. તેવી જ રીતે ૧૦૦૦ મેડિકલ સીટોના સ્થાને ૫૫૦૦ સીટો, ૯ મેડિકલ કોલેજો વધીને ૩૮ થઇ છે. ઉપરાંત, આઝાદીના દાયકાઓ બાદ રાજ્યને પહેલી 'એઈમ્સ' ની ભેટ મળી છે એમ મુખ્યમંત્રી રૂપાણીએ ડાેક્ટરાેને સંબાેધતા કહ્યું હતું. છેલ્લે તમામને નવા વર્ષના રામ-રામ કહ્યાં અને રામમંદિરના ચુકાદા માટે અભિનંદન પણ આપ્યા હતા.

(11:37 am IST)