ગુજરાત
News of Saturday, 17th November 2018

નારાયણ સાંઇને છાતીમાં દુઃખાવો ઉપડતા લાજપોર જેલમાંથી સિવીલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયો

સુરતઃ દુષ્કર્મના કેસમાં ફસાયેલા જેલમાં બંધ નારાયણ સાંઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હચો. ત્યારબાદ તેને લાજપોર જેલમાંથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ઈસીજી કરાવ્યા બાદ સાંઈને એક્સ-રે અને સોનાગ્રાફી વિભાગમાં લઈ જવાયો હતો.

સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ જેલના તબીબો દ્વારા તેને હોસ્પિટલમાં રિફર કરાયો હતો. પોલીસના બંદોબસ્ત વચ્ચે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. ઈસીજીનો રિપોર્ટ કરાવ્યા બાદ નારાયણને એક્સ-રે-સોનોગ્રાફી વિભાગમાં લઈ જવાયો હતો. સ્ટ્રેચરમાં સાંઈને એક વિભાગમાંથી બીજા વિભાગમાં લઈ જવામા આવ્યો હતો.

નારાયણ સાંઈએ જેલમાં આ અગાઉ માથા, દાંત અને હાડકાની દુખાવાની પણ ફરિયાદ કરી હતી. ત્યારે આજે છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલ લવાયો હતો.

(6:39 pm IST)