ગુજરાત
News of Saturday, 17th November 2018

ગાંધીનગરમાં મનપા દ્વારા દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી

ગાંધીનગર:શહેરમાં સરકારી જમીનો ઉપર મોટા પાયે દબાણો ઉભા થઈ ગયા છે ત્યારે કોર્પોરેશન દ્વારા ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે સે-ર૪માં ઘર પાસે ઉભા કરવામાં આવેલા તાર ફેન્સીંગના દબાણોને હટાવવામાં આવ્યા હતા. સે-ર૪માં હાથ ધરાયેલી આ ઝુંબેશ આગામી દિવસોમાં અન્ય સેકટરોમાં પણ હાથ ધરવામાં આવનાર છે.  

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં દિવાળીના તહેવારો પહેલા મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને સે-ર૪માં ઉભા થયેલા મસમોટા પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. સતત એક મહિના સુધી ચાલેલી આ કામગીરીના કારણે વસાહતીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો તો તેની સાથે શહેરમાં રહેણાંક વિસ્તારમાં ઉભી થયેલી કોમર્શિયલ પ્રવૃતિ ઉપર પણ લાલ આંખ કરવામાં આવી હતી અને આવા એકમોને સીલ કરવાનું શરૂ કરાયું હતું. 

(3:28 pm IST)