ગુજરાત
News of Saturday, 17th November 2018

ગુજરાતના મુખ્ય આયકર આયુકત તરીકે અજય દાસ

નાના અને મધ્યમ કરદાતાઓને ઉત્તમ સેવા આપવાનો કોલ આપતા નવા કમિશ્નર અજય દાસ

અમદાવાદ તા. ૧૭ : ગુજરાતના મુખ્ય આયકરની બદલી થઇ છે. ગુજરાતના મુખ્ય આયકર આયુકત તરીકે અજયદાસની નિમણૂંક થઇ છે. ગુજરાતના નવા મુખ્ય આયકર આયુકત અજય દાસે નાના અને મધ્યમ કરદાતાઓને ઉત્તમ સેવા આપવાનો કોલ આપ્યો છે.

ગુજરાતના આયકર વિભાગના મુખ્ય આયકર આયુકત તરીકે અજય દાસ મેહરોત્રાની વરણી કરવામાં આવી છે. ૧૯૮૪ બેંચના ઇન્ડિયન રેવેન્યુ સર્વિસના અધિકારી અજય મેહરોત્રા ૩૪ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. અજય મેહરોત્રા આ પહેલા મુખ્ય આયકર અયુકત-બે તરીકે ફરજ બજાવતા હતા. અજય મેહરોત્રા લખનૌ, મેરઠ અને બાર્ગહીહમ યુનિવર્સિટી ઇંગ્લેન્ડથી પાસ આઉટ છે અને કોર્પોરેટ લો તેમજ સોશ્યિલ સાઇન્સના વિષયમાં પ્રભુત્વ ધરાવે છે.

ગુજરાતના પ્રધાન મુખ્ય કર આયુકત બનતા પહેલા અજય દાસે દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવી જગ્યાએ ફરજ બજાવી ચૂકયા છે તેમજ વિજિલન્સ અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ વિભાગોનો અનુભવ ધરાવે છે. અજય દાસને સર્ટિફિકેટ ઓફ એકસલન્સ ઈન ટેકસ પેયર સર્વિસ - ૨૦૧૮ નું એવોર્ડ પણ આયકર વિભાગ દ્વારા મળ્યું છે. અજય દાસે 'તેમના કાર્યકાળમાં ગુજરાત આયકર વિભાગનો ધ્યેય નાના તેમજ મધ્યમ કરદાતાઓને ઉત્તમ સેવા પુરી પાડવાનો રહેશે અને સાથે સાથે 'ઓપન ડોર' પોલિસી પર પણ તેવો કામ કરશે.'

અજય દાસે પ્રધાન મુખ્ય આયકર આયુકત તરીકે નિયુકત થવાની સાથે આવતા ૨૦ નવે. મંગળવારના દિવસે નાના અને મધ્યમ કરદાતાઓ માટે ઓપન હાઉસ આયોજવાની જાહેરાત કરી છે. પ્રધાન આયુકત જણાવ્યું કે, '૨૦ નવેમ્બર ૨૦૧૮ ના દિવસે બપોરે બાર વાગ્યેથી નાના તેમજ મધ્યમ વર્ગના કરદાતાઓ સાથે મુલાકાત કરીશ અને તેમને પડતી કોઈ પણ પ્રકારની અડચણને દૂર કરવાના પ્રયાસ કરીશ. મારા પૂર્વ કાર્યકાળમાં પણ હૂં કરદાતાઓ સાથે બને તેટલા વધુ ઉપલબ્ધ રહેવાનો પ્રયત્ન કર્યો છે.' અજય દાસે કરદાતાઓને પ્રધાન મુખ્ય આયકર આયુકત તરીકે અપીલ કરતા જણાવ્યું કે સરકાર જે આમ લોકોને સેવાઓ પુરી પાડે છે કે પછી જે ખર્ચ દેશને સુરક્ષિત અને સંરક્ષિત કરવા પાછળ આવે છે તે તમારા કરના પૈસાથી થાય છે તો દરેક કરદાતા પોતાની દેશ પ્રત્યે જવાબદારી નિભાવાવી જોઈએ.

(3:05 pm IST)